Sihor
મોટી સફળતા ; સિહોરમાં ચકચારી 1.10 કરોડની લૂંટના વધુ 7 આરોપીઓ પાટણ નજીકથી ઝડપાયા

કુવાડિયા
- પાટણ LCB એ દબોચી લીધા, આર્ટિકા કાર સાથે વધુ 7 શખ્સો પોલીસની હીરાસતમાં, સિહોર પોલીસ પાટણ જવા રવાના
સિહોરમાં ચકચારી 1.10 કરોડની લૂંટની ઘટનાના વધુ 7 આરોપીઓ પાટણ નજીકથી ઝડપાયા છે. સિહોરમાં થયેલી આગડીયા લૂંટ અને ધાડના 7 આરોપીને આર્ટિકા કાર સાથે ગોલાપુર થી ઝડપી પાડી આગળ ની કાર્યવાહી કરવા ગોલાપુર પોલીસ ને સોંપવામાં આવ્યા હતા. એલ.સી.બી પાટણ તથા એલ.સી.બી.પોલીસ સ્ટાફના માણસો પાટણ તાલુકા પો.સ્ટે.વિસ્તારથી પેટ્રોલીંગ ફરી પાટણ તરફ આવતા હતા દરમ્યાન બાતમી મળેલ કે સિહોર ખાતે ગઈ તા.22-07 -2023 ના રોજ સવારના સમયે એ મહેન્દ્રા આંગડીયા પેઢીમાં લુંટ થયેલ છે,જે બનાવ લગતના સી.સી.ટી.વી ફુટેજ ભાવનગર પોલીસ દ્વારા સોશીયલ મિડીયામાં આરોપીઓની ઓળખ તથા શોધખોળ સારૂ પ્રસારીત કરેલ હોઇ અને જેમાં નજરે પડતા ઇસમો અત્રેના પાટણ જીલ્લાના ઓકવી ગોગલાસણ વિગેરે ગામના હોવાની ખાનગી રાહે બાતમી હકીકત મળેલ હતી.
ત્યારે આ ઇસમો હાલમાં મહેસાણા થઇ ગોલાપુર થઇ પાટણ તરફ ગ્રે કલરની અર્ટીકા ગાડી નંબર-GJ16CS3486 થી આવી રહેલ છે.જે હકીકત આધારે ગ્રે કલરની અર્ટીગા ગાડીના ડ્રાઇવર સાથે મળી સાત (07) ઇસમોને પકડી પકડી પાડી સી.આર.પી.સી. કલમ-41 (1) આઇ મુજબ અટક કરી આગળની કાર્યવાહી કરવા પાટણ તાલુકા પો.સ્ટે ખાતે સોંપવામાં આવ્યા હતા.તો એક આરોપી પકડવાનો બાકી છે. તો પોલીસે આ આરોપી પાસે થી ગ્રે કલરની અર્ટીગા ગાડી જેનો આર.ટી.ઓ રજી.નંબર GJ1653486 છે જેનો ચેચીસ નંબર MA3BNC225LJ272225 તથા એન્જીન નંબર K15BN1142029 નો છે જેની કિં.રૂ.7,00,000/- તેમજ અલગ અલગ કંપનીના મોબાઇલ ફોન નંગ-09 જેની કિ.રૂ.61,200/- એમ કુલ મળી કિં.રૂ.7,61,200નો મુદામાલ કબજે કર્યો હતો.
પકડાયેલ આરોપીઓના નામ, સરનામાં
(1) રાઠોડ જૈમિન નરેન્દ્રભાઇ ઉ.વ.28 રહે ગોગલાસણ, સિધ્ધપુર જી.પાટણ
(2) ઠાકોર જીતેન્દ્રકુમાર મોહનજી ઉ.વ.40રહે અમુઢ,મોરીયાવાસ,તા.ઉઝા જી મહેસાણા
(3) ઠાકોર મનોરજી રાવતુજી ઉ.વ.35 રહે.ડાભી, ઠાકોરવાસ, તા.ઉઝા જી.મહેસાણા
(4) ઠાકોર સુનિલજી કનુજી ઉ.વ.20 રહે અમુઢ, ઠાકોરવાસ, તા.ઉઝા જી.મહેસાણા
(5) ઠાકોર સંજયકુમાર ચમનજી ઉ.વ.25 રહે અમુઢ, ઠાકોરવાસ, તા.ઉઝા જી.મહેસાણા
(6) ઠાકોર કિરણજી સરતાનજી ઉ.વ.23 રહે.ઓકવી તા.સિધ્ધપુર જી. પાટણ
(7) ઝાલા રણજીતસિહ સુરતાનસિહ ઉ.વ.32 રહે.અમુઢ, તા.ઉઝા જી.મહેસાણા
પકડવાનો બાકી આરોપી
(1) ઠાકોર અજયજી હિમ્મતજી રહે. અમુઢ તા.ઉઝા જી મહેસાણા