Sihor
ભવ્ય આયોજન ; સિહોરમાં કાલથી પૂ નરેશભાઈ શાસ્ત્રીના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત સપ્તાહનો થશે પ્રારંભ
કુવાડિયા
શહેરના રેલવે સ્ટેશન પર આવેલ પ્રસિદ્ધ શ્રી ચિથરીયા હનુમાનજી મંદિર આયોજિત ભવ્ય ભાગવત સપ્તાહની કાલથી થશે શરૂઆત : બપોરના ત્રણ કલાકે શહેરના પાબુજી મંદિર ખાતેથી ભવ્ય શોભાયાત્રા પોથીયાત્રા નીકળશે, રાજમાર્ગો પર ફરશે, ચોમેર કેસરિયો માહોલ
સિહોર શહેરના રેલવે સ્ટેશન રોડ પર આવેલ પ્રસિદ્ધ શ્રી ચિથરીયા હનુમાનજી મંદિર આયોજિત લોક કલ્યાણ અને કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહનો આવતીકાલ થી પ્રારંભ થશે. આ ભાગવત સપ્તાહના આયોજનને લઈને સેવકો તેમજ આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
અને તૈયારીઓ પૂર્ણ થવાના આરે છે યોજાનારી આ ભાગવત સપ્તાહની શરૂઆત આવતીકાલે તા ૨૯ મે ના રોજ બપોરે ૩.૦૦ કલાકે શહેરના મોટાચોક મુખ્ય બજાર ઠાકર દ્રારા મંદિર ખાતેથી ભવ્ય શોભાયાત્રા પોથીયાત્રા નીકળશે. જે શહેરના મુખ્યમાર્ગો પરથી પસાર થઈ અને કથા સ્થળ સુધી જશે તશ્રીમદ ભાગવત સપ્તાહ દરમિયાન રૂક્ષ્મણી વિવાહ કૃષ્ણ જન્મોત્સવ ગોવર્ધન પ્રાગટ્ય સહિતના પ્રસંગો અનોખી રીતે ઉજવવામાં આવશે રાષ્ટ્રીય કથાકાર નરેશભાઈ શાસ્ત્રીજીની ભાગવત કથાનું આયોજન થઈ રહ્યું છે તેનો અનેરો ઉત્સાહ શહેરના લોકોમાં જોવા મળે છે.
ભાગવત સપ્તાહ ૨૯ મે થી ૪ સુધી ચાલશે અને ૪ જૂન રોજ આ કથાની પૂર્ણાહુતિ થશે ત્યારે આ સપ્તાહના આયોજનને લઇને સિહોર તેમજ આસપાસના પંથકના લોકોને આ ભાગવત સપ્તાહનો લાભ લેવા પણ આમંત્રણ પાઠવવામાં આવેલ છે.