Connect with us

Sihor

ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે શુક્લ પરિવાર આયોજિત રામ ચરિત માનસ જ્ઞાનયજ્ઞમાં શિવ વિવાહની ભવ્ય ઉજવણી

Published

on

grand-celebration-of-shiva-marriage-in-ram-charit-manas-jnanayajna-organized-by-shukla-parivar-at-bhurkhia-hanumanji-temple

કુવાડીયા

  • શુક્લ પરિવાર આયોજિત રામ ચરિત માનસ જ્ઞાનયજ્ઞ અંતિમ તબક્કામાં, અજયભાઈ શુક્લ અને તેમના પત્ની જાગૃતિબેન શિવ પાર્વતી બની કથા સ્થળે પોહચતા અદ્દભૂત માહોલ બન્યો

ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે આવેલ ચિત્રકૂટ ધામ માં સિહોર ના અજયભાઈ શુક્લ પરિવાર આયોજિત રામચરિત માનસ જ્ઞાનયજ્ઞ કથા પાલીતાણા કાળ ભૈરવ મંદિર ના મહંત શ્રી રમેશભાઈ શુક્લ ના વ્યાસાસને યોજાય રહી છે જે અંતિમ પડાવમાં પોહચી છે, આ દરમિયાન શુક્લ પરિવારના મોભી અજયભાઈ શુક્લ અને તેમના પત્ની જાગૃતિબેન દ્વારા શિવ પાર્વતી બની કથામાં પ્રવેશ થતા શિવ વિવાહના પ્રસંગને અદભુત રીતે ઉજવાયો હતો. બન્ને ના લગ્ન જોઈ ખરેખર આકાશમાંથી શિવ પાર્વતી લગ્ન મંડપ માં પધાર્યાનો લ્હાવો શ્રોતાગણે લીધો હતો.

grand-celebration-of-shiva-marriage-in-ram-charit-manas-jnanayajna-organized-by-shukla-parivar-at-bhurkhia-hanumanji-temple

નંદીનું પાત્ર આબેહૂબ બનેલા શુક્લ પરિવારના ડો.ધર્મેશભાઈ સાક્ષાત શિવ પાર્વતીના દર્શન કર્યા નો અહેસાસ કરાવતા કથાના પાત્રો રામ જન્મ,રામ વિવાહ,શિવ વિવાહ,સુંદરકાંડ સહિત અનેકવિધ કાર્યક્રમો વચ્ચે કથા અંતિમ તબક્કામાં પોહચી છે. આ કથા ભુરખિયા હનુમાનજી મહારાજના સાનિધ્યમાં સંતો મહંતોના આશીર્વચન સાથે પ્રારંભ થઇ હતી આ પ્રસંગ દીપાવવા મોંઘીબા જગ્યા ના મહંત જીણારામજી મહારાજ, નાયબ પોલીસ અધિક્ષક મનીષભાઈ ઠાકર, પી એસ.આઈ વી.વી.ધ્રાંગુ સાહેબ, સર્વોત્તમ ડેરીના ચેરમેન મહેન્દ્રભાઈ પનોત, માર્ગદર્શક અને વડીલ સર્વોત્તમ ડેરીના એમ.ડી.હરિભાઈ જોષી, સિહોર જ્ઞાતિ ટ્રસ્ટી મંડળ, તેમજ ભાવનગર સહિત બ્રહ્મસમાજ જ્ઞાતિ મંડળ, સામાજિક રાજકીય આગેવાનો, ભુરખિયા સરપંચ, મંદિર ના વહીવટદાર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને શાસ્ત્રી રમેશભાઈ શુક્લ દ્વારા પોતાના મધુર કંઠે રામ ચરિત માનસ જ્ઞાનયજ્ઞ નો લાભ લીધો હતો. સમગ્ર કથા માં શુક્લ પરિવાર દ્વારા આવેલ દરેક મહેમાનો નું ભુરખિયા દાદાની છબી તેમજ સ્મૃતિ ભેટ દ્વારા સન્માનિત કરવામાં આવ્યું હતું

error: Content is protected !!