Sihor
સિહોર જ્ઞાનમંજરી મોર્ડન સ્કુલ દ્વારા ભવ્ય અસ્મિતા ઉત્સવ કલામંજરી ૨૦૨૩ ની ભવ્ય ઉજવણી થઈ

- નાના નાના ભૂલકાઓમનો અદભુત ડાન્સ પ્રદર્શન – વાલીઓના તાળીઓના ગડગડાટથી વાતાવરણ ગુંજયું – ભવ્ય અસ્મિતા ઉત્સવની ઉજવણી થઈ
સિહોર જ્ઞાનમંજરી મોડર્ન સ્કૂલના પટાંગણમાં ગઈકાલે શનિવારના રોજ અસ્મિતા ઉત્સવ “કલામંજરી” 2023 નું આયોજન થયેલ. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહિલ જ્ઞાનમંજરી વિદ્યાપીઠના ફાઉન્ડર ટ્રસ્ટી શ્રી એમ.એમ.નાકરાણી, જ્ઞાનમંજરી મોડર્ન સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી તેમજ સિહોર નગરપાલિકાના પ્રમુખ વી.ડી. નકુમ જ્ઞાનમંજરી વિદ્યાપીઠના ટ્રસ્ટીશ્રી ઉમંગ સાહેબ, મામલતદાર કચેરીમાંથી ઉપસ્થિત શ્રી જોગસિંહ દરબાર, એકેડમિક સેન્ટર હેડ શ્રી શૈલેન્દ્રસિંહ તેમજ શાળાના આચાર્યશ્રીઓની વિશેષ હાજરી રહેલ.
આ કાર્યક્રમમાં જ્ઞાનમંજરી મોડર્ન સ્કૂલના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના નર્સરીથી ધોરણ 12 સુધીનાં વિદ્યાર્થીઓએ અલગ-અલગ કૃતિઓ રજૂ કરી કાર્યક્રમને યાદગાર બનાવેલ, શાળાના પટાંગણમાં મહેમાનશ્રીઓ, વાલીશ્રીઓ તેમજ વિદ્યાર્થીઓની વિશેષ ઉપસ્થિતિથી સમગ્ર કાર્યક્રમ ઝગમગી ઉઠેલ.
આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવનાર એવા શાળાના ટ્રસ્ટીશ્રીઓ, આચાર્યશ્રીઓ તમામ શિક્ષકગણનો વિશેષ ફાળો રહેલ-સાથે વિદ્યાર્થીઓએ પોતાની પાંખ ફેલાવી ગગન સુધી પહોંચી જવાની અદ્ભૂત શક્તિઓને બહાર લાવવાનું કાર્ય કરેલ અને કાર્યક્રમને ખૂબ જ ઉજાગર બનાવેલ.