Connect with us

Dhola

ધોળા રેલવે યાર્ડ પાસે માલગાડી પાટા પરથી ઉતરી પડી ; રેલ માર્ગ ખોરવાયો

Published

on

goods-train-derailed-near-dhola-railway-yard-rail-route-disrupted

કુવાડિયા

  • મુસાફરો પરેશાન, પાટા પરથી માલગાડી ખડી જતા રેલ વ્યવહારને અસર, ધોળા થઈને ચાલતી મુંબઈ, સુરત, મહુવા, ઓખા વગેરે તરફની ગાડીઓ 3 કલાક મોડી ઉપડવાની રેલ મંડળની જાહેરાત

ધોળા જંકશનથી પસાર થતી વિવિધ ટ્રેનોના સમયમાં પણ ફેરફાર કરી દેવામાં આવ્યો રેલ તંત્ર લાગ્યું કામે રેલગાડીને પાટા પર ચડાવવાની કામગીરી હાથ ધરાઇ પશ્ચિમ રેલવેની માલગાડી પીપાવાવથી સુરેન્દ્રનગર તરફ જઈ રહી હતી તે દરમિયાન ધોળા જંકશન નજીક પાટા પરથી ઉતરી પડી હતી જોકે કોઈ મોટી જાનહાની કે નુકસાની થવા પામી નથી ધોલા જંકશન પર માલગાડી પાટા પરથી ઉતરી જવાને કારણે રેલ વ્યવહાર પ્રભાવિત થયો હતો

goods-train-derailed-near-dhola-railway-yard-rail-route-disrupted

આ બનાવની જાણવા મળતી વિગત મુજબ વેસ્ટર્ન રેલ્વે ભાવનગર ડિવિઝનના ધોલા જંકશન યાર્ડ ખાતે ૧૬.૪૫ કલાકે માલગાડી પાટા પરથી ઉતરી જવાને કારણે આ સેક્શન પર રેલ ટ્રાફિકને અસર થવા પામી હતી પશ્ચિમ રેલવે વિભાગની માલગાડી પીપાવાવ પોર્ટ થી કન્ટેનર ભરી સુરેન્દ્રનગર તરફ જઈ રહી હતી  ત્યારે ધોળા જંકશન યાર્ડમાં અચાનક જ ટ્રેક પરથી ઉતરી પડી હતી અને થોડો સમય સુધી ધોળા જંકશન નજીક રેલ વ્યવહાર ખોવાઈ ગયો હતો

goods-train-derailed-near-dhola-railway-yard-rail-route-disrupted

તેની સાથો સાથ આજે તારીખ ૧૯ ફેબ્રુઆરીના રોજ જંકશનથી પસાર થનારી ટ્રેન પણ મોડી ઉપરના છે કેમ પશ્ચિમ રેલવે વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે તદ ઉપરાંત પાટા પરથી ઉતરી ગયેલી માલગાડીને ફરી પાટા પર ચડાવવા માટેની કામગીરી નો આરંભ પણ કરી દેવામાં આવ્યો છે ટૂંક જ સમયમાં માલગાડી ને પાટા પર લઈ રેલ વ્યવહાર રાબેતા મુજબ કરવામાં આવશે જોકે ધોળા થઈને ચાલતી મુંબઈ, સુરત, મહુવા, ઓખા વગેરે તરફની ગાડીઓ 3 કલાક મોડી ઉપડવાની રેલ મંડળની જાહેરાત કરી હતી

error: Content is protected !!