Connect with us

Health

આજે જ છોડો તમારી આ કુટેવો! રહેશો જવાન અને હેલ્દી

Published

on

Give up today! Stay young and healthy

હેલ્ધી અને ફિટ રહેવા માટે હેલ્ધી લાઈફસ્ટાઈ ખૂબ જ જરૂરી છે. ત્યાં જ હેલ્ધી લાઈફસ્ટાઈલ એક્સેપ્ટ કરવાનો નિર્ણય કોઈ પણ ઉંમરમાં લઈ શકાય છે. જી હાં આવું કરીને તમે પોતાની લાઈફસ્ટાઈલને વધારે સારી બનાવી શકો છો. તેના માટે તમારે અમુક વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

હેલ્ધી રહેવા માટે લીલા શાકભાજી, ફળ, દાળ અને ડ્રાય ફ્રૂટ્સને ડાયેટમાં જરૂર શામે કરવા જોઈએ. ત્યાં જ અમુક ભુલો તમારી મહેનત પર પાણી ફેરવી શકે છે. એવામાં અમે તમને અહીં હેલ્ધી રહેવા માટે તમારી કઈ આદતો છોડવી જોઈએ તેના વિશે જણાવીએ છીએ.

  • હેલ્ધી રહેવા માટે આજે છોડો આદતોને 

સફેદ વસ્તુઓ 

અમુક સફેદ વસ્તુઓ તમારા સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે. તેમાં ખાંડ, મીઠું અને મેદાનો સમાવેશ થાય છે. ખાંડ શરીરનું ઈન્ફ્લેમેશન વધારે છે. જ્યારે મીઠું પણ સ્વાસ્થ્ય માટે સારું નથી. બીજી બાજુ, જો તમે તમારા આહારમાં એવી વસ્તુઓનો સમાવેશ કરો છો જેમાં ખાંડ, મીઠું હોય છે. તો તે ભવિષ્યમાં તમારા શરીરને નુકસાન પહોંચાડે છે. તો આજે જ તેમનાથી અંતર બનાવી લો.

Give up today! Stay young and healthy

આખો દિવસ બેઠા રહેવું 
આજકાલ ઘણા લોકોને આદત હોય છે કે તે આખો દિવસ બેસી રહે છે. અથવા ઓફિસમાં કામ કરતી વખતે જો તમે હંમેશા બેસી રહેશો તો તે એક રીતે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે. જો તમે લાંબા સમય સુધી બેસો છો, તો તમે ઘણી બીમારીઓનો શિકાર પણ બની શકો છો. એટલા માટે તમારે દરરોજ 30 મિનિટ કસરત કરવી જ જોઈએ. બીજી તરફ જો તમે ઇચ્છો તો ઝડપથી ચાલીને બ્રિસ્ક વોક પણ કરી શકો છો.

પૂરતી ઊંઘ મળવી

Advertisement

જે લોકો 5 કલાકથી ઓછી ઊંઘ લે છે તેઓને હ્રદય રોગ થવાની સંભાવના વધુ હોય છે. આ એટલા માટે છે કારણ કે ઓછી ઊંઘ તમારા શરીરને ડિસ્ટર્બ કરે છે. તેનાથી શરીરમાં હોર્મોન્સનું સંતુલન બગડે છે. તેથી જો તમને પણ ઓછી ઊંઘ લેવાની આદત હોય, તો આજે જ આ આદતને બદલો અને દરરોજ ઓછામાં ઓછી 8 કલાકની ઊંઘ ચોક્કસ લો.

સિગરેટ, તમાકુ અને દારૂને છોડો 

જો તમને પણ સિગરેટ, દારૂ અથવા તમાકુ ખાવાની આદત છે તો આજથી જ તેને બદલી દો. તમારી આ આદતો તમારા જીવનના ઘણા વર્ષો ઓછા કરી દે છે. સાથે જ તમને ઉંમર પહેલા વૃદ્ધ બનાવી દે છે.

error: Content is protected !!