Sihor
સિહોરના ચીંથરીયા હનુમાનજી ખાતે ગૌ શાંતિ તથા વિષ્ણુયાગ હવન યોજાયો
દેવરાજ
ગૌ પ્રેમી યુવાનો…
ગૌ અષ્ટમી ના દિવસે ગૌ માતાના અકાળ મૃત્યુ ના નિવારણ અને મોક્ષ માટે યજ્ઞનું આયોજન
સિહોરના પ્રસિધ્ધ ચીંથરીયા હનુમાનજી ની જગ્યામાં ગૌ પ્રેમી યુવાનો દ્વારા ગૌ અષ્ટમી ના દિવસે જે ગૌ માતાના અકાળ મૃત્યુ થયા હતા તેમના મોક્ષ માટે થઈને વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વિષ્ણુયાગ તેમજ ગૌ શાંતિ યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભારત માં ગાયને માતાનું સ્થાન આપવામાં આવ્યું છે અને શાસ્ત્રોમાં પણ ગાયને દેવતુલ્ય ગણવામાં આવી છે.
ત્યારે આવી ગૌ માતાના જ્યારે અકાળ મૃત્યુ થયા તેમના જીવના ગતિ માટે તેમને મોક્ષ ની પ્રાપ્તિ થાય તેવા એક શુભહેતું સાથે સિહોરના ગૌપ્રેમી યુવાનો એ વિષ્ણુયાગ અને ગૌશાંતિ યજ્ઞ કર્યો હતો. જેમાં અકાળ મૃત્યુ પામેલ ગૌ માતાના મોક્ષ માટે પ્રાર્થના કરી હતી. આ ઈશ્વરીય કાર્યમાં સહભાગી થવા માટેનો લાભ મળ્યો હતો.