Connect with us

Gujarat

ગેસમાં ભાવનો ભડકો : એક વર્ષમાં 4 વાર ભાવ વધારો બાટલાએ કૂલ રૂ।. 203 વધ્યા

Published

on

Gas price hike: 4 times price hike in one year cost Rs. 203 increased

દેવરાજ

મોંઘવારીથી નહીં બચો : કોલસાથી રાંધો કે ગેસથી, ગેસ પાઈપથી આવે કે બાટલાથી : કેરોસીન મળતું બંધ થઈ ગયું તેથી ગરીબો માટે પણ નાછૂટકે  ગેસ જ રસોઈ માટે મુખ્ય ઈંધણ : જાન્યુઆરીમાં રસોઈ માટે PNGનો ભાવ વધાર્યા બાદ હવે રાંધણગેસમાં 50, કોમ.ગેસમાં 350નો તોતિંગ વધારો

લાખો ઘરોમાં અને હજારો રેસ્ટોરાંમાં બનતી રસોઈને વધુ મોંઘી બનાવાઈ છે. આજે રાંધણગેસના બાટલામાં રૂ।. 50નો અને મુખ્યત્વે રેસ્ટોરાંમાં વપરાતા કોમર્શીયલ ગેસ સિલિન્ડરના ભાવમાં રૂ।. 350નો તોતિંગ વધારાનો ડામ અપાયો છે. ફેબુ્રઆરી- 2022થી એક વર્ષમાં રાંધણગેસ સિલિન્ડર દીઠ રૂ।. 203નો ભાવ વધારો ઝીંકી દેવાયો છે.સૌરાષ્ટ્રમાં આશરે 3 લાખ પરિવારો પર આ બોજ આવશે. જ્યારે કોમર્શીયલ ગેસમાં કૂલ રૂ।. 117નો વધારો કરાયો છે. 2019-20ની સરખામણીએ તો ભાવ લગભગ બમણાં થઈ ગયા છે.

Gas price hike: 4 times price hike in one year cost Rs. 203 increased

ગઈકાલથી 14.5કિલોગ્રામ રાંધણગેસના બાટલાના ભાવ રૂ।. 1058થી વધીને રૂ।. 1108 થયા છે જે સર્વાધિક ઉંચાઈએ છે. જ્યારે 19 કિલોગ્રામ કોમર્શીયલ  વપરાશના ગેસ સિલિન્ડરનો ભાવ રૂ।. 1758થી વધીને રૂ।. 2108 થયો છે. હજુ ગત તા. 4-1-2023થી અમલી બને તે રીતે ગુજરાત ગેસ દ્વારા ઘરે ઘરે પાઈપથી અપાતો રાંધણગેસ (PNG)માં પ્રતિ યુનિટ ભાવ વધારીને રૂ।. 50.43 કરી દેવાયા છે અને તેમાં વળી 5 ટકાનો ટેક્સ પણ વસુલાય છે. હવે ડોમેસ્ટીક ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરાયો છે. ઘરેલુ ગેસમાં 14 માસમાં 4 વખત વધારો ઝીંકાયો છે. આ જ રીતે પેટ્રોલ-ડીઝલમાં દૈનિક ભાવ નિર્ધારણ બંધ કરીને  તેના ભાવ ઉંચાઈ પર ટકાવી રાખ્યા બાદ સી.એન.જી.ને પણ મોંઘોદાટ કરી દેવાયો છે. અર્થાત્ ઘરે પી.એન.જી. પર રસોઈ બનાવો કે ગેસ સિલિન્ડરથી, ચૂલામાં કોલસા-લાકડાથી ગરીબો રાંધવા ઈચ્છે તો પણ કેરોસીનની સપ્લાય બંધ કરી દેવાઈ છે, ઉપરાંત વાહન ડીઝલથી ચલાવો કે પેટ્રોલથી કે સીએનજી કિટ નંખાવીને તેનાથી હંકારો પણ એકંદરે મોંઘવારીથી કોઈ પણ રીતે છટકી ન શકાય તેવું ભાવ નિર્ધારણ કરાઈ રહ્યુ છે.

Advertisement
error: Content is protected !!