Connect with us

Sihor

જુગારીઓમાં દોડધામ મચી ; નવાગામની સીમમાં સિહોર પોલીસના દરોડા ; ફિલ્મી દ્રશ્યો સર્જાયા

Published

on

Gamblers ran wild; Sihore police raids in Nawagam area; Film scenes were created

પવાર

  • નવાગામની સીમમાં જુગાર રમતા બે ખેલાયા ઝડપાયા – આઠ ફરાર ; સિહોર પોલીસે રોકડ રકમ,બાઈક સહિતનો મુદ્દામાલ કબજે લીધો

સિહોર તાલુકાના નવાગામની સીમમાં આવેલ નદીના કાંઠે બાવળની કાટમાં જુગાર રમતા બે ઇસમોને પોલીસે ઝડપી લીધા હતા, જ્યારે આઠ શખ્સો ફરાર થઈ ગયા હતા. સિહોર તાલુકાના નવાગામની સીમમાં આવેલી નદીના કાંઠે બાવળની કાંટમાં હાર જીતની જુગારની બાજી માંડી બેસેલા શખ્સો પર પોલીસે રેડ કરતા બે શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. જ્યારે આ રેડ દરમિયાન આઠ શખ્સો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. 10 પોલીસ જવાનો રેડમાં હતા તેમાંથી માત્ર 2 શખ્સોને પોલીસ ઝડપી શકી હતી. આ બનાવ અંગે સિહોર પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ સિહોર પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો.

Gamblers ran wild; Sihore police raids in Nawagam area; Film scenes were created

તે દરમિયાન ખાનગી રહે બાતમી મળી હતી કે, નવાગામ સીમાડે આવેલી દરોડ નદીના કાંઠે બાવળની કાટમાં અમુક ઈસમો હાર-જીતની જુગારની બાજી માંડી બેઠા છે. જે જગ્યાએ પોલીસે દરોડા પાડી શખ્સો ગોળ કુંડાળું વાળી પાના વતી પૈસાનો જુગાર રમતા હતા. 10 શખ્સો પૈકી 2 શખ્સો ઝડપાયા હતા. જેમાં હાર્દિક મુકેશભાઈ જસાણી તથા રવિ મુકેશભાઈ જસાણીને ઝડપી લીધા હતા. જુગારના પટમાંથી રોકડા રૂપિયા 10,680, પાંચ બાઈક કિં.રૂ. 1,10,000 સહિત કુલ રૂ. 1,20,680ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે પોલીસના દરોડા દરમિયાન પોલીસને જોઈ આઠ શખ્સો નાસી છૂટ્યા હતા. જેમાં વિનોદ વાલજીભાઈ બારૈયા, જીતુ ઝીણાભાઈ રાઠોડ, મહેશ ધનજીભાઈ રાઠોડ, જયંતિ ધનજીભાઈ રાઠોડ, રાજેશ દુધાભાઈ ઉનાણી, હરજી, વિકી તથા મેઘજી નાસી છૂટ્યા હતા. આ તમામ શખ્સો વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Continue Reading
Advertisement
error: Content is protected !!