Gujarat
Lunawadaમાં ગમખ્વાર અકસ્માત, લગ્નમાં જતો ટેમ્પો ખાઈમાં પડ્યો; 5ના મોત

મહીસાગર જિલ્લાના લુણાવાડા પાસે લગ્ન પ્રસંગમાં જઈ રહેલા ટેમ્પોને ટક્કર મારી હતી. ટેમ્પો ખાડામાં પડતાં તેમાં સવાર 5 મુસાફરોનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે 22ને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની પ્રાથમીક વિગત મુજબ મહીસાગર જીલ્લાના લુણાવાડા નજીક આવેલ અરીઠા ગામ પાસે લગ્નમાં જઈ રહેલ ટેમ્પો અચાનક ચાલકે કાબુ ગુમાવતા ખીણમાં ખાબક્યો હતો. ટેમ્પો ખાડામાં પડતાં 5 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. જ્યારે 22 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને ટેમ્પોમાં સવાર લોકોને બહાર કાઢવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. આ અંગે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. અકસ્માત ગંભીર હોવાથી પોલીસ અને 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ઘાયલોને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ટેમ્પો કેવી રીતે ખાડામાં પડ્યો તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.