Connect with us

Sihor

સિહોરની કોર્ટના રજિસ્ટ્રાર સાથે હોમ લોનના બહાને થઇ અર્ધા લાખની છેતરપિંડી

Published

on

Fraud of half a lakh with the registrar of the court of Sehore on the pretext of home loan

સિહોરની કોર્ટના રજિસ્ટ્રાર સાથે હોમ લોનના બહાને અર્ધા લાખની છેતરપિંડી

પવાર
સિહોર કોર્ટમાં રજિસ્ટાર તરીકે ફરજ બજાવતા અધિકારી સાથે તેમના ભાઇના હોમલોનના બહાને અર્ધા લાખની છેતરપિંડી થયાની ફરિયાદ સિહોર પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી. સિહોર કોર્ટમાં રજિસ્ટાર તરીકે ફરજ બજાવતા જિતેન્દ્રભાઇ દેસાભાઇ પુરાણી ગત તા.20/10/2022ના રોજ સિહોર કોર્ટમાં પોતાની ફરજ પર હતા ત્યારે તેમના મોબાઇલ નંબર પરથી અલગ-અલગ સમયે હિન્દી ભાષામાં ફોન આવેલ. અને ફોન કરનાર પુરુષે જણાવેલ કે હું દરબારગઢ એસ.બી.આઇ.માંથી બોલું છું. તમારા ભાઇ રાજેશભાઇ દેસાભાળ પુરાણીની હોમલોનની પ્રોસેસ ચાલુ છે. જેઓ મારી સામે બેઠા છે અને તમારે એના ગેરેન્ટર તરીકે તમારા ભાઇના ખાતામાં 50 હજાર જમા કરાવવા પડશે. હાલ તેમનું ખાતું ફ્રીજ છે. તમારા ભાઇના ખાતામાં રકમ જમા થશે અને પછી તમને મળી જશે.

Fraud of half a lakh with the registrar of the court of Sehore on the pretext of home loan

જિતેન્દ્રભાઇએ તેમના ભાઇ સાથે ફોન પર વાત કરવાનું જણાવતા તેઓને ફોનમાં સંભાળવેલ કે હોમ લોનની પ્રોસેસ ચાલું છે.ચંદાદેવીના મોબાઇલ નંબર ઉપર ફોન પેથી 50 હજાર ટ્રાન્સફર કરેલ. આટલી મોટી રકમ જમા કરાવ્યા બાદ તરત આ ફોન નંબરવાળાએ જણાવેલ કે તમારે બીજા 10 હજાર જમા કરાવવા પડશે. આથી જિતેન્દ્રભાઇએ તેઓને કહ્યું કે તમોએ પહેલેથી જ કહ્યું હોત તો મેં 60 હજાર જમા કરાવી દીધા હોત. બાદમાં તેઓને શંકા જતાં તેઓએ તેમના ભાઇ સાથે વાત કરાવવા કહ્યું. પરંતુ વાત કરાવવામાં વાર લાગતા તેઓની શંકા વધુ મજબૂત બની. સામેવાળાએ ફોનમાં વાત તો કરાવી પણ કંઇ સમજાતું નહોતું. આથી જિતેન્દ્રભાઇએ ફોન કાપી નાખી, ફરીથી ફોન કરતાં ટ્રુ કોલરમાં બેન્ક ફ્રોડ લખાયેલું આવેલ. જે અંગે સામેવાળાને કહેતા તેઓએ કહ્યું કે અમે બેન્ક ફ્રોડ નહીં, બૅંક ફોઝ છે. બાદમાં જિતેન્દ્રભાઇએ તેમના ભાઇ સાથે વાત કરતાં તેમના ભાઇએ જણાવેલ કે કેવાયસીની વાત થઇ હતી,પણ પૈસા ટ્રાન્સફરની કોઇ વાત થઇ નથી. બાદમાં જિતેન્દ્રભાઇએ સાઇબર ક્રાઇમના 1930 નંબર ઉપર ફોન કરી કમ્પલેઇન કરેલ. પરંતુ તેમના નાણાં પરત નહીં મળતાં તેઓએ મોબાઇલધારક અને ચંદાદેવી વિરુદ્ધ સિહોર પોલીસમાં ફરિયાદ થઇ છે..

Continue Reading
Advertisement
error: Content is protected !!