Sihor
સિહોર મર્કન્ટાઈલ બેંકમાં ચાર ડિરેક્ટરો રાજીનામાં આપશે, નવા ડિરેકટર પદે મહેશ કળથીયા લગભગ ફાયનલ
પવાર
નવા ચેરમેન અને ડિરેકટરોની નિમણુંકમાં સગાવાદનું લોબિંગ શરૂ, સરકારી નિયમ મુજબ હાલના ડિરેક્ટરો રાજીનામાં આપશે, ચેરમેન પદનો નવો તાજ કોના શિરે, મહેશ કળથીયાના નામની વ્યાપક ચર્ચા
સિહોર મર્કન્ટાઈલ બેંકમાં સરકારી નિયમ મુજબ હાલના 4 થી વધુ ડિરેક્ટરો રાજીનામાં આપશે. તો બીજી તરફ સગાવાદ લોબિંગને લઈ બેંક ના ડિરેક્ટર બનાવવા દબાણ ઉભું થતું હોવાની ચર્ચા ચાલી છે. જોકે બીજી તરફ ચેરમેન માટે મહેશભાઈ કળથીયા લગભગ ફાયનલ હોવાનું સૂત્રો નજીકના જણાવી રહ્યા છે. સિહોરમાં મર્કન્ટાઈલ બેન્કનો પાયો નાખનાર સ્વ.મનસુખભાઇ કંસારા સતત 25 વર્ષ થી વધુ સફળ ચેરમેનપદ રહ્યા હતા. તેઓના સ્વર્ગસ્થ બાદ સિહોરના વરિષ્ટ અગ્રણી અને ઉદ્યોગપતિ નગરશેઠ નીતિનભાઈ મહેતાએ આજ સુધી બેંકનો સફળ વહીવટ કર્યો છે.. જોકે હવે શું થશે બેંક નું? એ ચર્ચાનો દોર શરૂ થયો છે. સરકારી પરિપત્ર મુજબ 8 વર્ષ સુધી ડિરેક્ટર રહ્યા બાદ રાજીનામા આપી અને અન્ય નવા ડિરેક્ટર તરીકે પોતાની ઉમેદવારી નોંધાવી શકે છે.ત્યારે હાલ આ બેંકમાં 4 રાજીનામા બાદ અન્ય બે વેપારીઓએ બે માસ પહેલા સ્વૈચ્છિક રાજીનામા આપી દીધા છે, ત્યારે હવે પછીના 6 ડિરેક્ટર બનાવવા ખુદ હાલના ચેરમેન નીતિનભાઈ મહેતા કોની ઉપર વિશ્વાસ રાખી આ બેન્કનો ભાર સોંપવામાં માટે ભરોસો રાખશે. હવે આ બેંક માં સારા અને સજજન ઉદ્યોગપતિઓ.વેપારીઓ સજજન વ્યક્તિઓ વગર હવે આ બેંક નું શું તે માટે ચેરમેન નીતિનભાઈ ચિંતા વ્યક્ત કરી હતી. અમુક કહેવાતા ડિરેક્ટરો પોતાના સગાવાદ આગળ ધરી દબાણ કરી રહ્યા છે. ત્યારે આ બેન્ક માં વિપક્ષ તરીકે ભૂમિકા ધરાવતા એડવોકેટ અશોકભાઈ જાની અને સંદીપ વોરા જુગલજોડી સામે હાલ ના તેમજ નવા ડિરેક્ટરો ફાઇટ કરી શકશે ખરા??? હાલ આ બેંક સામે કોઈ મોટી લોન અંગે કોર્ટ મેટર ચાલુ છે તો અગાઉ કોઈ આ બેંક ના મુખ્ય સ્વ.હોદેદારની લોન ની રિકવરી લાખો રૂપિયા વસૂલાત બાકી છે. તો આવા અનેક પ્રશ્નો ને લઈ નવા ડીરેકટરો ને જવાબદારી વહન કરવી પડે તેવો ઘાટ સર્જાયો છે. બેંકના નવા ડિરેકટરમાં 6 નવા નામો પૈકી સિહોરના પ્રતિષ્ઠિત વેપારી અને અનેક સામાજીક સંસ્થા સાથે જોડાયેલ મહેશભાઈ કળથીયાની નિમણુંક લગભગ ફાયનલ હોવાનું સૂત્રો કહી રહ્યા છે