Connect with us

Bhavnagar

ભાવનગર સહિત જિલ્લામાં મુશળધાર સવા ચાર ઇંચ વરસાદ : અનેક વિસ્તારોમાં ગોઠણસમા પાણી ભરાયા

Published

on

four-and-a-half-inches-of-torrential-rain-in-the-district-including-bhavnagar-many-areas-were-flooded

દેવરાજ

  • સિહોરમાં સવા ત્રણ મહુવામાં સવા ત્રણ ઇંચ જિલ્લાના અન્ય તાલુકાઓમાં અડધાથી દોઢ ઇંચ વરસાદ

ભાવનગર શહેરમાં આજે વહેલી સવારે મુશળધાર વરસાદ તૂટી પડ્યો હતો. શહેરમાં સવા ચાર ઇંચ વરસાદ પડી જતાં અનેક વિસ્તારમાં ગોઠણ સમા પાણી ભરાઈ ગયા હતા. ભાવનગર ઉપરાંત સિહોરમાં સવા ત્રણ ઇંચ ઘોઘા અને જેસરમાં દોઢ ઇંચ વલભીપુરમાં એક ઇંચ વરસાદ પડ્યો છે. આજે રવિવારે ભાવનગર શહેરમાં વહેલી સવારથી અનરાધાર વરસાદ વરસતા શહેરના અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ભાવનગર શહેરમાં સવારે સવા ચાર ઇંચ વરસાદ ખાબકી ગયો હતો .દુકાનો ,મકાનોમાં પાણી ઘૂસ્યાહતા. કુંભારવાડા, ભરતનગર કાળીયાબીડ વિગેરે વિસ્તારોમાં ઘરમાં પાણી ઘૂસી ગયા હતા. બપોરે વરસાદે વિરામ લેતા રાહતની લાગણી અનુભવાય હતી.

four-and-a-half-inches-of-torrential-rain-in-the-district-including-bhavnagar-many-areas-were-flooded

સિહોર પંથકમાં મેઘરાજાની ધોધમાર ઈનિંગને કારણે ઠેક-ઠેકાણે વરસાદી પાણી ભરાયા, જનજીવન ઉપર અસર

અષાઢની અનરાધાર મેઘસવારી સિહોર ઉપર મનમુકીને વરસી હતી. સિહોરમાં સવા ત્રણ ઈંચ પાણી વરસી ગયું હતું. મેઘરાજા મહેરબાન હોય તેમ વધુ સવા ત્રણ ઈંચથી વધુ ધોધમાર વરસાદ વરસાવી દીધો હતો. વરસાદના ધોરી માસ ગણાતા અષાઢમાં મેઘરાજાની શરૂ થયેલી અનરાધાર અમીવર્ષા આજે રવિવારે પણ જારી રહી હતી. સિહોરમાં મેઘરાજાની ધોધમાર ઈનિંગને કારણે રસ્તાઓ પર ઠેક-ઠેકાણે વરસાદી પાણી ભરાયા હતા. નિચાણવાળા વિસ્તારોમાં તો વરસાદી પાણીની નદીઓ વહેતી જોવા મળી હતી. ધોધમાર વરસાદના પગલે જનજીવન ઉપર પણ અસર પડી હોય તેમ બજારો વહેલી સુમસામ થઈ ગઈ હતી.

error: Content is protected !!