Gujarat
સાવરકુંડલાનાં પૂર્વ ધારાસભ્ય વી.વી.વઘાસીયાનું માર્ગ અકસ્માતમાં નિધન

બરફવાળા
ઠવી ગામ નજીક વાડીએથી કારમાં ફરતા જેસીબી ટકરાતા અકસ્માત સર્જાયો : ભાજપ આગેવાનો-કાર્યકરો દવાખાને દોડયા : શોકનું મોજું
સાવરકુંડલાનાં પૂર્વ ધારાસભ્ય વી.વી. વઘાસિયાનું માર્ગ અકસ્માતમાં મોતમાં નિધન થતાં શોકનું મોજુ ફરી વળ્યું છે.સાવરકુંડલાનાં પૂર્વ ધારાસભ્ય અને રાજયની ભાજપ સરકારનાં પૂર્વ કૃષિમંત્રી વી.વી. વઘાસિયાનું ગઈકાલે મોડી સાંજે માર્ગ અકસ્માતમાં નિધન થતાં સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો છે અને સમગ્ર પંથકે એક ખેડૂત નેતાને ગુમાવી દીધા છે.
સમગ્ર પંથકમાં શોકનો માહોલ ઉભો કરતી ઘટનાની વિગત એવા પ્રકારની છે કે, સાવરકુંડલાનાં પૂર્વ ધારાસભ્ય વી.વી. વઘાસિયા ગઈકાલે મોડી સાંજે તેમની ઠવી ગામ નજીક આવેલ વાડીએથી વેગન આર કારમાં પરત ફરતા હોય તે દરમિયાન શેલણા ગામ નજીક સામેથી આવી રહેલ એક જેસીબ સાથે કાર અથડાતા તેઓને ગંભીર ઈજાઓ પહોંચતા 108ની મદદથી તેઓને સાવરકુંડલાનાં સરકારી દવાખાને ખસેડવામાં આવેલ જયાં ફરજ પરનાં તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ થતાં ભાજપનાં કાર્યકર્તાઓ અને પરિવારજનો તથા મિત્રવર્તુળના લોકો મોટી સંખ્યામાં હોસ્પિટલે દોડી ગયા હતા. સમગ્ર બનાવને લઈને જિલ્લાનાં રાજકીય કાર્યકરોમાં શોક છવાયો છે.