Sihor
ટાણા થી સિહોર તરફ કોલસો ભરીને આવતા ટ્રકમાંથી વિદેશી દારૂ મળ્યો ; એલસીબીને સફળતા

દેવરાજ બુધેલીયા
- સિહોર નજીકથી કોલસાની આડમાં આવતો વિદેશી દારૂ ઝડપાયો ; ત્રણ ગિરફ્તાર ; 12 લાખ આસપાસનો મુદામાલ ઝબ્બે
અહેવાલો મુજબ સિહોર અને ટાણા વચાળે કોલસાની આડમાં લઈ જવાતો દારૂ ઝડપાયો છે. દારૂબંધીવાળા ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે બૂટલેગરો આવું નવા પ્રયાસ કરતા હોય છે. ક્યારેક ઘઉંની બોરીમાં તો ક્યારેક છૂપાખાનામાં દારૂ ગુજરાતમાં ઘૂસાડવામાં જ આવે છે, ત્યારે સિહોર અને ટાણા વચાળે સિહોર તરફ આવતો દારૂની ગાડી એલસીબીએ પકડી છે પહેલા તો જો કોઈ આ ગાડી જુએ તો પોલીસ કોલસો કેમ પકડે છે તેવું વિચારે.
પરંતુ ખરેખર આ કોલસાની નીચે તો દારૂનો ભંડાર હતો. ઉપરથી કોલસોની ભરેલી ટ્રકમાં નીચે દારૂની પેટીઓ હતી. સિહોર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ટાણા રોડથી સિહોર તરફ આવતા ટ્રકમાં કોલસાની નીચે છુપાવેલા વિદેશી દારૂના જથ્થો પોલીસને હાથ લાગ્યો છે.
લોકલ ક્રાઈમ બ્રાન્ચને મળતા ક્રાઈમ બ્રાન્ચ ના અધિકારીઓએ વોચ ગોઠવી ટાણા નજીકથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી ટ્રક સાથે ત્રણ શખ્સોને વિદેશી દારૂનો જથ્થો મોબાઈલ મળી અંદાજે ૧૨ લાખ રૂપિયાના મુદ્દા માલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે વિદેશી દારૂનો જથ્થો રાજસ્થાન થી મંગાવ્યો હોવાનું જાણવા મળ્યું છે પોલીસે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ઘરી છે વધુ વિગતોની રાહ જોવાઇ રહી છે.