Connect with us

Sihor

હિમાલયની પેલે પારથી આવ્યા વિદેશી મહેમાનો, વિદેશી પક્ષીઓનું મોસાળ બન્યું સિહોર

Published

on

Foreign guests came from beyond the Himalayas, Sihore became a festival of foreign birds

દેવરાજ

ઉનાળાની શરૂઆત થતા જ સિહોરના ગૌતમેશ્વર તળાવ આસપાસ વિદેશી પક્ષીઓનૉ મેળાવડો થવા લાગે છે, તળાવ પક્ષીઓથી ઉભરાતા અનેક પક્ષીપ્રેમીઓ આને જોવા મુલાકાત લઈ રહ્યા છે.

Foreign guests came from beyond the Himalayas, Sihore became a festival of foreign birds

વિદેશી પક્ષીઓનું મોસાળ ગણાતા સિહોરમાં ઉનાળાની શરૂઆત થતા જ શહેરના ગૌતમેશ્વર તળાવ આસપાસ વિદેશી પક્ષીઓનૉ મેળાવડો થવા લાગ્યો છે. વાતાવરણ પક્ષીઓ માટે અનુકૂળતા હોવાનું દેખાઈ છે પક્ષીઓથી ઉભરાતા ગૌતમેશ્વર તળાવને અનેક પક્ષીપ્રેમીઓ આને જોવા અને અભ્યાસ માટે લોકો મુલાકાત લઈ રહ્યા છે. ભાવનગર જિલ્લામાં અનેકવિધ વિદેશી પક્ષીઓનું આગમન થયું છે.

Foreign guests came from beyond the Himalayas, Sihore became a festival of foreign birds

હિમાલયની પેલે પારથી અને સાઇબેરીયા, યુરોપ જેવા દેશોમાંથી સેંકડો કિલોમીટરનું અંતર કાપી ઉનાળો ગાળવા પ્રજાતિના પક્ષીઓ ભાવનગર જિલ્લાના મહેમાન બની રહ્યાં છે. સિહોર શહેરના ગૌતમેંશ્વર તળાવ ખૂબ મોટી સંખ્યામાં પક્ષીઓ ઉમટી પડયા છે. પક્ષીઓમાં માનવી કરતા અલગ પ્રકારની રચના જોવા મળે છે, જેના કારણે તેઓ લાંબી ઉડાન ભરી શકે છે. યુરોપીય દેશોમાં કાતિલ ગરમીથી બચવા તેઓ ભારત તરફ પ્રયાણ કરે છે. જેમાં સૌથી સારું અનુકૂળ વાતાવરણ ધરાવતા રાજ્ય અને જિલ્લાઓમાં તેઓ ઉતરાણ કરી ઉનાળો વિતાવી ફરી પોતાના વતનની વાટ પકડી લેતા હોય છે. શહેરના ગૌતમેંશ્વર તળાવની આજુબાજુ પક્ષીઓની મોટી વસાહત આવેલી છે,

Foreign guests came from beyond the Himalayas, Sihore became a festival of foreign birds

આ પક્ષીઓ વૃક્ષો પર પોતાનો માળો બનાવે છે. અહી માળા બનાવી તેમાં ઈંડા મૂકી સેવન કરે છે અને બચ્ચા મોટા થાય ત્યાં સુધી તેનું જતન કરે છે. વિવિધ પ્રજાતિના વિદેશી પક્ષીઓ તેમજ સ્થાનિક પક્ષીઓને નિહાળવા પક્ષી પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે. તેમજ તેના પર સંશોધન કરવા પણ અનેક લોકો જોડાય છે. શહેરની મધ્યમાં આ તમામ પક્ષીઓ વસવાટ કરતા હોય જે સામાન્ય રીતે અન્ય શહેરોમાં જોવા મળતું નથી. જેથી તેના યોગ્ય જતન અંગેની સિહોરવાસીઓની નૈતિક જવાબદારી બને છે. તેમજ આ સ્થળને વધુ વિકસિત કરવું જોઈએ તેવું પણ તજજ્ઞ કહી રહ્યા છે.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!