Sihor
સિહોર નગરપાલિકાએ વેરાના બાકીદારોની મિલકતો સિલ કરતા મિલકત ધારકોમાં ફફડાટ
પવાર
પાલિકાએ અર્જુન પેટ્રોલપંપ પાસે દુકાન સિલ કરી, દુકાનો પર નોટીસ મારી સિલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી, બાકી નીકળતા વેરા કચેરીમાં ભરપાઈ કરી જવા પાલિકા તંત્ર દ્વારા અપીલ
સિહોર નગરપાલિકાના વર્ષો જૂના બાકી વેરા ભરપાઇ નહીં કરનારા દુકાનદારો સામે પાલિકા તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી . ભરપાઈ નહીં કરનાર મિલ્કત ધારકોના નળ કનેક્શન તેમજ ગટર કનેક્શનની સુવિધાઓ બંધ કરવાની સાથે દુકાનો પર નોટીસ મારી સિલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, સિહોર નગર પાલિકાની વેરા શાખા દ્વારા શહેરના બાકી વેરા મિલકત ધારકો સામે વેરા ભરપાઇ કરવાની કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે ત્યારે પાલીકા દ્વારા જે મિલ્કત ધારકોના વેરા બાકી છે તેની સાથે દુકાનો પર નોટીસ મારી સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી . સ્તવરે બાકી નીકળતા વેરા નગરપાલિકા કચેરીમાં ભરપાઇ કરી જવા પાલિકા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે પાલિકાની વેરા શાખા દ્વારા બાકી વેરા મિલકત ધારકો સામે વેરા વસૂલાતની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવતાં મિલકત ધારકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો વેરા વિભાગે અર્જુન પેટ્રોલપંપ પાસે દુકાન સિલ કરી દેતા ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો
લોકો સમયસર વેરો ભરી જવા ચીફ ઓફિસરની અપીલ
આ અંગે નગર પાલિકા ચીફ ઓફિસર મારકણાએ જણાવ્યું હતું કે, નગરપાલિકા દ્વારા પ્રાથમિક સુવિધા જેવી કે, રોડ રસ્તા, પાણી, ગટર, સ્ટ્રીટ લાઈટ જેવી સુવિધા પૂરી પાડવામાં આવે છે. જે અંતર્ગત નગરપાલિકા દ્વારા વેરા વસુલ કરવામાં આવે છે. બાકીદારો સામે કડક વસુલાતની કામગીરી હાથ ધરવામાં આવી છે અને વેરો ન ભરતા ઈસમો સામે નગરપાલિકા અધિનીયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. જાહેર જનતાને અપીલ કરે છે કે તમારા બાકી વેરાઓ વહેલી તકે ભરવા માટે અપીલ છે