Sihor
હિન્દૂ જાગરણ મંચ સિહોર દ્વારા ડો.બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલી અર્પણ
દેવરાજ
સંવિધાનનાં શિલ્પકાર, વંચિતોનાં પ્રેરણા સ્ત્રોત ભારત રત્ન ડો. આંબેડકર જન્મ જયંતિ દિને દલિત સમાજના વિવિધ સંગઠનો, મંડળો, યુવા ગ્રુપ દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર સાથે પુષ્પાંજલી સહિતના કાર્યક્રમો યોજાયા હતા.
ત્યારે હિન્દુ જાગરણ મંચ સિહોર વિભાગ દ્વારા સિહોર ખાતે રહેલી ડૉ.બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી હતી ભારતરત્ન મહામાનવ, બંધારણ ના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરની 132 મી જન્મ જયંતી નિમિત્તે ફુલહાર કરી જય ભીમ ના નારા બોલાવવામાં આવ્યા હતા