Bhavnagar
ભાવનગર રાજકોટ સહિત પાંચ માર્ગો ‘હાઈસ્પીડ કોરીડોર’ બનાવાશે

બરફવાળા
- માર્ગ-મકાન વિભાગ માટે 20642 કરોડની ફાળવણી, સાત વર્ષ જુના માર્ગો રીસફેર્સીગ થશે: અમદાવાદ -મહેસાણા, ભરૂચ- દહેજ, ભુજ- ભચાઉ, સહિતના માર્ગો માટે દરખાસ્ત
રાજયના બજેટમાં માર્ગ-મકાન વિભાગ હેઠળ 20642 કરોડની ફાળવણી કરવામાં આવે છે.વધુ ટ્રાફિક ધરાવતા માર્ગોએ એકસપેસ કોરીડોર તરીકે વિકસાવવા, નવા સિકસલેન પ્રોજેકટ જેવી યોજવા સામેલ કરવામાં આવી છે. સાત વર્ષ જુના માર્ગોના રીસફેર્સીગ થશે.ગ્રામ્ય રસ્તાઓને શહેરો- હાઈવે નેટવર્કથી જોડાશે. ટુરિસ્ટ સર્કિટને જોડતાં રસ્તાઓના વિકાસ માટે 605 કરોડની જોગવાઈ.અંદાજીત 1600 કરોડના ખર્ચે પરિક્રમા પથના બાંધકામ અન્વયે 500 કરોડની જોગવાઈ.
અંદાજીત 1500 કરોડના ખર્ચે ભારે ટ્રાફિક ધરાવતા પાંચ રસ્તાઓ ભાવનગર રાજકોટ, વટામણ પીપળી, સુરત સચિન નવસારી, અમદાવાદ ડાકોર, અને ભુજ ભચાઉને હાઈસ્પીડ કોરીડોર તરીકે વિકસાવવા માટે 384 કરોડની જોગવાઈ. અમદાવાદ-મહેસાણા-પાલનપુર રસ્તાને ‘950 કરોડના ખર્ચે હાઈબ્રિડ એન્યુઈટી પદ્ધતિથી ફલાયઓવર સહિત છ-માર્ગીય કરવા માટે 160 કરોડની જોગવાઈ. ભરૂચ-દહેજ રસ્તાને 800 કરોડના ખર્ચે એક્સેસ કંટ્રોલ્ડ એકસપ્રેસ-વે તરીકે વિકસાવવા માટે 160 કરોડની જોગવાઈ.