Connect with us

Sihor

સિહોર નહિ સમગ્ર તાલુકામાં પ્રથમવાર ; ટાણા ગામે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન

Published

on

First time in the entire taluk not Sihore; Organized free health checkup camp at Tana village

પવાત

તા ૨૧ અને રવિવારે ટાણા ગામે મેગા કેમ્પ યોજાશે, આ કેમ્પમાં મેમોગ્રાફી કરવામાં આવશે, આજે જ રજીસ્ટ્રેશન કરાવો, ગર્ભાશય, કેન્સર, લોહીની કમી, કમજોરી સહિતની હેલ્થ સમસ્યાઓની સારવાર માટે નિઃશુલ્ક માર્ગદર્શન અપાશે

સિહોરના ટાણા ગામે આવેલ અર્જુન કેર યુનિટ દ્વારા સ્વાસ્થ્યને લગતી તકલીફો તેમજ ગર્ભાશય, કેન્સર, લોહીની કમી, કમજોરી સહિતની હેલ્થ સમસ્યાઓની સારવાર માટે તા ૨૧ અને રવિવારે નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરાયું છે. જેમાં નામાંકિત હોસ્પિટલના નિષ્ણાત તબીબો તપાસ અને માર્ગદર્શનનો લાભ મળશે. તદુપરાંત, સોનોગ્રાફી, મેમોગ્રાફી (સ્તન કેન્સરની તપાસ માટે), પેપ સ્મીયર ટેસ્ટ (ગર્ભાશયના મુખના કેન્સરની તપાસ માટે) અને અન્ય બેઝિક ટેસ્ટ્સ-રિપોર્ટ્સ પણ નિઃશુલ્ક કરવામાં આવશે.

First time in the entire taluk not Sihore; Organized free health checkup camp at Tana village

કેમ્પમાં સ્ત્રીને લગતી તકલીફો, ગર્ભાશયના રોગ તપાસ, ગર્ભાશયની ગાંઠ તપાસ, ગર્ભાશયની કોથળીનું તપાસ, વંધ્યત્વ, પ્રસુતિ-સબંધી તકલીફ, સ્ત્રીઓમાં જોવા મળતા કેન્સરની તપાસ – પેપ સ્મિઅર અને સર્વાઈકલ તપાસ, શરીરની કમજોરી તપાસ, લોહીની કમી તપાસ, નસબંધીનું ઓપરેશન તપાસ, માસિકને લઈને સમસ્ચાઓ, તરૂણીઓની હેલ્થ સમસ્યાઓ અને અન્ય સ્ત્રીરોગોને લગતી તમામ તકલીફોની સારવાર, માટે નિઃશુલ્ક માર્ગદર્શન મેળવી શકે છે. બીજી તરફ આજકાલ વ્યસનના લીધે યુવા વર્ગમાં મોઢા માં ચાંદા તથા મો પૂરું ખૂલતું ના હોય તેવું બને છે આ તકલીફ માટે પણ આપ કેમ્પનું લાભ લઇ શકો છે. શરીરમાં કોઈપણ પ્રકારની ગાંઠ હોય તેમણે પણ સંપર્ક કરી નામ નોંધાવી દેવું કેમ્પમાં દિપકભાઈ ભટ્ટી સહિત અમદાવાદની નિષ્ણાત તબીબોની ટિમો હાજર રહેશે

ફોન કરીને રજીસ્ટ્રેશન કરાવી શકાશે
​​​​​​​
આ કેમ્પમાં ભાગ લેવા દર્દીઓ દીપકભાઈ ભટ્ટી – મો 9377206163, ડો હર્ષિત શાહ – મો 9727779681, વિશાલ મેડિકલ 9998553744, પર રજીસ્ટ્રેશન કરાવી શકે છે. શ્રેષ્ઠ તબીબી કુશળતા, તેમજ સમાજ સેવાના ઉદ્દેશ સાથે તમામ સમાજના લોકો આ કેમ્પનું લાભ લઇ શકે છે.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!