Sihor
સિહોર નગરપાલિકા ફાયર વિભાગ દ્વારા ગોપીનાથજી મહિલા કોલેજ ખાતે ફાયર સેફટીની તાલીમ અપાઈ

પવાર
આગના બનાવોમાં દિવસેને દિવસે વધારો થઈ ત્યારે આગની ઘટનાઓ ઘટાડવા તેમજ આગ લાગે અથવા આપત્તિજનક સ્થિતિનું નિર્માણ થાય તો કઈ રીતે બચી શકાય અને તકેદારીના પગલાં કેવી રીતે લઈ શકાય તેના માટે આજે ગોપીનાથજી મહિલા કૉલેજ ખાતે ફાયર સેફ્ટી અંગે વિદ્યાર્થિનીઓને માહિતીગાર કરવામાં આવ્યાં. જેમાં અચાનક આગ લાગે તો શું કરવુ, આગ કેમ બુઝાવવી, આગના પ્રકાર, ફાયર એક્સ્ટિંગ્યુશ૨( ફાયરના બોટલ)નો ઉપયોગ, તેમને ત્યાં લગાડેલા ફાયર સાધનો ઉપયોગ તેમજ ઘરે રસોડામાં અથવા ઇલેક્ટ્રિકમાં અચાનક કોઈ કારણોસર આગ લાગે તો શું કરવું તેમજ શું શું ધ્યાનમાં રાખવું સહિતની બધી જ માહિતી ફાયર ઑફિસર કૌશિકભાઈ રાજ્યગુરુ દ્વારા આપવામાં આવી હતી.
વધુમાં જણાવવામાં આવ્યું કે કોઈ કારણોસર અચાનક આગ લાગે તો ફાયર કન્ટ્રોલ નબર ૧૦૧ પર ફોન કરી શકાય તેમજ નગરપાલિકા ઈમરજન્સી નંબર ૦૨૮૪૬-૨૨૨૦૫૭ પર પણ ફોન કરી શકાય.અને અચાનક આગ લાગે તો ફાયર ની બોટલ નો ઉપયોગ કરી કેવી રીતે આગ બુઝાવી શકાય,કેવી રીતે સ્કૂલ માં ઈમરજન્સી એલાર્મ વગાડી શકાય,ફાયર ના સાધનો નો ઉપયોગ કેમ કરવો વગેરે બધી જ માહિતી આપવામાં આવી.સાથે સાથે લાઇવ ડેમો પણ કરવામાં આવ્યો જેના થી જાણી શકાય આગ કેવી રીતે બુઝાવી શકાય. સ્વ – બચાવ કેવી રીતે કરવો તેના વિશે પણ માહિતી આપવામાં આવી હતી.