Sihor
સિહોરના નવાગુંદાળા વસાહતના સ્મશાનના લાકડામાં આગ લાગતા ફાયર કાફલો ઘટના સ્થળે

પવાર
- મહિનામાં આગનો ચોથો બનાવ ; આગ ક્યાં કારણોસર વારંવાર લાગે છે તે તપાસનો વિષય ખરો
સિહોરમાં નવાગુંદાળા વિસ્તારમાં આવેલ સ્મશાન ના લાકડામાં આજે આગ લાગતા ફાયર કાફલો ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી ને આગને કાબુમાં લેવામાં આવી હતી. અહીં આગ લાગવાનું કારણ ખરેખર તપાસ માગી લે છે કેમ કે આ લાકડાઓ માં આગ પહેલી વાર નહિ પરંતુ આ મહિના ના અંતરાલ માં ત્રણ થી ચાર વખત લાગી છે.
ત્યારે કોઈ આવારા તત્વો આ લાકડાઓને નુકશાન પહોંચાડવા માટે આગ લગાવી રહ્યા છે કે કેમ ? કે પછી ક્યાં કારણોસર આ સ્મશાન ના લાકડાઓ વારંવાર સળગી ઉઠે છે તે રહસ્ય ઉપરથી પડદો ઉપાડવા માટે તંત્ર દ્વારા ઊંડી તપાસ હાથ ધરવી જરૂરી છે. કારણ કે હજુ એટલો તાપ પણ શરૂ થયો નથી કે જેના લિધે આગ લાગવાના બનાવો બને.