Connect with us

Bhavnagar

હર હર મહાદેવનો નાદ કરતા ભાવિકોની અંતિમ ક્ષણો, અચાનક કાળ ભરખી ગયો, ઉત્તરાખંડ અકસ્માત પહેલાનો વીડિયો આવ્યો સામે

Published

on

Final moments of devotees chanting Har Har Mahadev, suddenly time fills up, video from before Uttarakhand accident comes out

કુવાડીયા

ઉત્તરાખંડમાં ગુજરાતીઓની બસને થયેલા અકસ્માત પહેલાનો વીડિયો આવ્યો સામે… હર હર મહાદેવનો નાદ બોલાવતા હતા યાત્રિકો…બસને અકસ્માત થતા સાત લોકોએ ગુમાવ્યા છે જીવ

ઉત્તરાખંડમાં ભાવનગર જિલ્લાના શ્રદ્ધાળુઓની બસને નડેલા અકસ્માતમાં 7 લોકોનાં મૃત્યુ થયાં છે. જ્યારે 28 યાત્રિકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 15મી ઓગસ્ટે ભાવનગરથી ખાનગી ટ્રાવેલ્સની બસમાં 31 લોકો ચારધામની યાત્રાએ નીકળ્યા હતા. ત્યારે આ ઘટનાની જાણ થતા જ ભાવનગરમાં રહેતા તેમના પરિવારોમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ ગઈ છે. ત્યારે ઉત્તરાખંડમાં ગુજરાતીઓની બસને થયેલા અકસ્માત પહેલાનો વીડિયો સામે આવ્યો છે. મોત પહેલા બસમાં બેસેલા તમામ મુસાફરો હર હર મહાદેવનો નાદ બોલાવતા હતા. આ સમયે તેઓ કેટલા ખુશ હતા, તેનો આ છેલ્લો પુરાવો છે. આ બાદ બસને અકસ્માત થતા સાત લોકોએ જીવ ગુમાવ્યા છે. યાત્રા પર ગયેલા મુસાફરોને અકસ્માત નડ્યો હતો. ત્યારે અકસ્માત પહેલાંનો અંતિમ વીડિયો સામે આવ્યો છે. જેમાં તમામ યાત્રિકો હર હર મહાદેવનો જયકાર બોલાવતા નજરે પડ્યા. ‘હર હર મહાદેવ’નો નાદ કર્યા બાદ આ ગુજરાતીઓને પહાડીઓમાં મોત આવ્યું હતું. મોત પહેલા શ્રદ્ધાળુઓએ લીધું હતું મહાદેવનું નામ.

Final moments of devotees chanting Har Har Mahadev, suddenly time fills up, video from before Uttarakhand accident comes out

તો બીજી તરફ, ઉત્તરાખંડ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલ ત્રાપજ ગામનાં વતની બ્રિજરાજસિંહ જીવુભા ગોહિલનો વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓે પોતે સલામત છે તેવી પરિવારજનોને માહિતી આપી છે. ન જાણ્યું જાનકીનાથે, કાલ સવારે શું થવાનું છે?… આ તો માત્ર કહેવત છે… પરંતુ વાસ્તવિક જીવનમાં ભાવનગરના એક દંપતી સાથે કહેવત જેવું જ કંઈક થયું… દેવરાજ નગરના અભિનવ પાર્કમાં રહેતાં કમલેશ ઉપાધ્યાય અને તેમના પત્ની મીનાબેન ચારધામ યાત્રા માટે સાથે નીકળ્યા હતા…. પરંતુ ઉત્તરાખંડના ગંગોત્રી નજીક બસ ખીણમાં ખાબકતાં મીનાબેન ઉપાધ્યાયનું મોત થયું છે… જેના કારણે ઉપાધ્યાય દંપતી ખંડિત થયું છે… મહત્વનું છે કે મીનાબેનના પરિવારમાં બે બાળકો છે… જેમાં મોટા દીકરાના દિવાળી બાદ લગ્ન હતા… અને દીકરાના વહુને જોવાની ઈચ્છા સાથે તેઓ યાત્રાએ ગયા હતા… પરંતુ તેમની ઈચ્છા અધૂરી રહી ગઈ. ઉતરાખંડમાં ગઈકાલે બનેલી ઘટના ઉપર રાજ્યના રાહત કમિશનર આલોક પાંડેએ માહિતી આપતા જણાવ્યું કે, ઉત્તરાખંડ દુર્ઘટના માં મૃત્યુ પામેલા 7 લોકો ને પી.એમ માટે દહેરાદુન લઈ જવામાં આવ્યા છે. ભાવનગર જિલ્લાના 7 મૃતકો માંથી 6 મૃતકો ના પરિવારજનો મૃતદેહને પોતાના વતન માં અંતિમ સંસ્કાર કરવા માટે લાવશે. જેમાં મૃતક મીનાબેન ઉપાધ્યાયના અંતિમ સંસ્કાર દહેરાદુન ખાતે કરવામાં આવશે. અન્ય 6 નામ મૃતદેહોને પોતાના વતન લાવવા માટે આજ સાંજના 6.55 કલાકે અંતિમ ફ્લાઇટ દ્વારા હવાઈ માર્ગે અમદાવાદ આવવા રવાના થશે. મોડી રાત્રિના 6 મૃતકોના મૃતદેહોને પરિવારજનો લઈ પોતાના ગામ ખાતે પહોંચશે. અકસ્માતમાં મૃત્યુ પામેલા મીનાબેન ઉપાધ્યાયની અંતિમ વિધિ ત્યાં જ કરવામાં આવશે.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!