Connect with us

Sihor

નારી શક્તિ ; રોમિયોની હવે ખેર નહીં સિહોરમાં દીકરીઓને કરાટેની આપશે ટ્રેનિંગ

Published

on

Feminine Power; Romeo will give karate training to his daughters in Sehore no more

કુવાડિયા

એક માસ સુધી ચાલશે આ કેમ્પ, નારી શક્તિનો પરિચય કરાવવા તેમજ રોમિયોની હવે ખેર નહીં, યુવા યુગ પરિવર્તન દ્વારા બીજા વર્ષે પણ કેમ્પનું આયોજન

દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મળી પરંતુ યુવતીઓ સ્ત્રીઓની છેડતી બળાત્કાર અત્યાચારમાંથી સંપૂર્ણ આઝાદી મુક્તિ મળી નથી યુવતીઓ સ્ત્રીઓ અને સ્વરક્ષણની તાલીમ જરૂરી છે માટે સરકારે તો કમર કસી છે. પરંતુ સિહોરની નામાંકિત સંસ્થા યુવા યુગ પરિવર્તન દ્વારા મહીલાઓ અને યુવતીઓની સમસ્યાઓને ઉકેલવા કરાટેની તાલીમ કેમ્પનું બીજા વર્ષે પણ આયોજન કરાયું છે. દીકરીઓ અને બહેનો પર થઈ રહેલા અત્યાચારો અને સમાજમાં ચાલી રહેલા દૂષણો વિરુદ્ધ લડવા માટે દીકરીઓને ટ્રેનિંગ અપાશે જેમાં દીકરીઓ ભાગ લઈને દર્શાવી દેશે કે આજની નારી લાચાર નથી.

Feminine Power; Romeo will give karate training to his daughters in Sehore no more

અને જો કોઈએ દીકરીઓ પર ખરાબ નજર નાખી તો તેવા રોમિયોની ખેર નથી. મહિ‌લાઓને આત્મરક્ષણ અને સ્વબચાવ માટેની તાલીમ આપવા સિહોર ખાતે આગામી તા.૧૦થી એક માસ માટે કેમ્પ રાખવામાં આવ્યો છે. ૬ વર્ષની કિશોરીથી લઇ મહિ‌લાઓ આ કેમ્પનો લાભ લઇ શકશે. ચેમ્પિયન કોચ દ્વારા તાલીમ આપવામાં આવશે. મહિ‌લાઓનો આત્મવિશ્વાસ વધે, શારીરિક શક્તિ તથા સ્વરક્ષણ અને જરૂર પડે તો હુમલાની ટેક્નિ‌ક શીખે અને સલામતી ભર્યું જીવન પસાર કરે તે આ કેમ્પનો હેતુ છે. આ કેમ્પમાં જોડાવા ઇચ્છુક મહિ‌લા, કિશોરીઓએ રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે રજિસ્ટ્રેશન માટે 9427777378, 9173022722, તેમજ વધુ માહિતી માટે 9825730532, 9510788434 સંપર્ક કરવો વધુમાં વધુ મહિ‌લાઓએ કેમ્પનો લાભ લેવા યાદીમાં જણાવાયું છે.

Advertisement
error: Content is protected !!