Sihor
ભયનો માહોલ – સિહોરના ડુંગરોની ભેખડો વચ્ચે આરામ કરતો જોવા મળ્યો દીપડો : કેમેરામાં કેદ થયા દ્રશ્યો, લોકોમાં ફફડાટ
દેવરાજ
સિહોરના ડુંગરોમાં ફરી એકવાર દેખાયો દીપડો, વન વિભાગ હરકતમાં, રહેણાંક વિસ્તારમાં દીપડો દેખાતા લોકોમાં ફફડાટ
સિહોરના બારીના ઢાળ પાસેના ડુંગરમાં ફરી એકવાર દીપડો દેખાતા સમગ્ર વિસ્તારમાં ભયના માહોલ છવાઈ જવા પામ્યો છે. ત્યારે દીપડો જોવા મળતા વન વિભાગ તાબડતોબ સ્થાનિક લોકો દ્વારા જાણ કરાઈ છે. સિહોરના ડુંગરોમાં ફરી એકવાર દીપડો દેખાતા સમગ્ર વિસ્તારમાં ભયના માહોલ છવાઈ જવા પામ્યો છે. ત્યારે દીપડો જોવા મળતા વન વિભાગ તાબડતોબ ઘટના સ્થળે પહોચ્યું હતું. બારીના ઢાળ વિસ્તારમાં દીપડો દેખાતા વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ છે. દીપડો કેમેરામાં કેદ થવા પામ્યો હતો.
સિહોર કે પંથકના ડુંગરોમાં અવાર નવાર દીપડો દેખાવાના બનાવો બનતા હોય છે. ત્યારે આજે મોડી સાંજે સિહોરના બારી ઢાળ પાસેના ડુંગરમાં ફરી એકવાર દીપડાનો પરિવાર જોવા મળતા લોકોમાં ભયના માહોલ છવાઈ જવા પામ્યો હતો. જેથી વન વિભાગ હરકમાં આવી જવા પામ્યો હતો. રહેણાંક વિસ્તારમાં અચાનક વન્ય પ્રાણી દીપડો દેખાતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો અને આ બાબતે વન વિભાગને સ્થાનિક લોકો દ્વારા જાણ કરી હતી.