Sihor
સિહોરના થોરાળી ગામે જમીન મુદ્દે દંપતી પર પિતા-પુત્રોએ હુમલો કર્યો, જાનથી મારી નાંખવાની ધમકી આપતાં ફરિયાદ

પવાર
સિહોર તાલુકાના થોરાળી ગામની સીમમાં એક શ્રમજીવી દંપતિ પર પિતા-પુત્રો એ પાઈપ ધારયા જેવા હથિયારો વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ઈજાગ્રસ્ત દંપતીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જયારે શખ્સો વિરુદ્ધ સિહોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે. સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર સિહોર તાલુકાના થોરાળીગામની સીમમાં એક જ પરીવારના સભ્યો ખેતીની જમીન ધરાવે છે જેમાં શામજી ભગવાન ડાભીને તેના જ કુંટુંબી સુધીર મનુ ડાભીની જમીન હડપી લેવા નો બદ્દ ઈરાદો ધરાવતો હોય જેમાં ગતરોજ સુધીરની પત્ની વર્ષા તેના ઘરે ન્હાઈ રહી હતી.
એ વખતે શામજી તથા તેના પુત્રો કિશન અને વનરાજ ગાળો બોલતા હોય એ વખતે વર્ષાએ આરોપીઓને ગાળો બોલવાની ના પાડતા પિતા-પુત્રોએ વર્ષા તથા તેના પતિ સુધીર પર પાઈપ ધારીયા વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી નાસી છુટ્યા હતાં. જયારે ઈજાગ્રસ્ત દંપતિને 108 મારફતે સારવાર અર્થે સિહોર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, દરમ્યાન સારવાર બાદ વર્ષાએ શામજી તથા તેના પુત્રો વિરુદ્ધ આઈપીસી કલમ 323, 114, 504, 506(2) તથા જી.પી.એક્ટની કલમ 135 મુજબ સિહોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.