Connect with us

Sihor

સિહોરના સોનગઢ પાસે ડમ્પર અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા પિતા પુત્રીના મોત ; અરેરાટી

Published

on

Father and daughter died in an accident between a dumper and a motorcycle near Songadh in Sihore; oops

પવાર

ડમ્પર અને ટ્રક ચાલકો હાઇવે પર બેફામ, પિતા પુત્રી મોટરસાયકલ પર નોઘણવદર થી સિહોર તરફ જઈ રહ્યા હતા ત્યારે સર્જાયો અકસ્માત,

સિહોરના સોનગઢ પાસે અકસ્માતની ઘટનામાં બાઈક સવાર પિતા-પુત્રીના મૃત્યુ નીપજ્યા છે. મળતી માહિતી અનુસાર, સોનગઢ પાસે ડમ્પર ચાલકે બાઈક સવાર નોંઘણવદર ગામના પિતા-પુત્રીને મારી ટક્કર હતી. અકસ્માતની ઘટનામાં પિતા-પુત્રીના મૃત્યુ નીપજ્યા છે.

Father and daughter died in an accident between a dumper and a motorcycle near Songadh in Sihore; oops

પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી હાથધરી છે.  ભાવનગર રાજકોટ રોડ પર આવેલા સોનગઢ ગામ નજીક ડમ્પર અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા નોઘણવદર પિતા પુત્રીના સ્થળ પરજ મોત નીપજ્યા હતા. આ બનાવની જાણવા મળતી વિગત મુજબ સોનગઢ નજીક સર્જાયેલ અકસ્માતમાં પિતા રઘુવીરસિંહ ગોહીલ ઉંમર વર્ષ ૪૦ અને પુત્રી ઉર્વશીબા રઘુવીરસિંહ ગોહીલ ઉંમર વર્ષ ૧૫ પોતાનું મોટરસાયકલ નંબર જી જે ૦૪ બીએસ ૯૮૪૮ લઇ ને નોઘણવદર કોઇ કામ અર્થે સિહોર તરફ આવી રહ્યા હતા તે દરમિયાન સામે થી આવી રહેલા ડમ્પરની અડફેટે આવી જતા બંનેના સ્થળ પરજ મોત નીપજતાં હતા.

Father and daughter died in an accident between a dumper and a motorcycle near Songadh in Sihore; oops

આ ઘટનાની જાણ થતાની સાથેજ પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ઘરી હતી, હાઇવે પર ટ્રક અને ડમ્પરો બેફામ દોડી રહ્યા છે જેની સામે કાર્યવાહી તેજ બને તે જરૂરી છે

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!