Sihor
શિક્ષકને ભીની આંખે વિદાય ; સિહોરના ઢૂંઢસર ગામની શાળાનાં શિક્ષકની બદલી ભાવુકતા સાથે વિદાય

પવાર
ભારતીય સંસ્કૃતિમાં શિક્ષકોનું અદકેરું સ્થાન છે, જેમાં માતાપિતા બાદ શિક્ષણ આપી સંસ્કારોનું સિંચન કરતા હોવાથી બાળકોના જીવનમાં શિક્ષકોનું સ્થાન મહત્ત્વનું હોય છે. હાલ બદલાતા જમાનામાં શિક્ષણની પરિભાષા બદલાઇ છે, પરંતુ શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચેનો પ્રેમનો નાતો હજુ પણ અંકબંધ છે. આમ, બાળકોને શિક્ષકો સાથે અનેરો નાતો બંધાઇ જતાં શિક્ષકોની બદલી થાય એ વેળા વસમી બની જતી હોય છે.
એવી જ એક ઘટના સિહોરના ઢૂંઢસર ગામે બની હતી. વિદાય સમારંભમા બાળકો અને સ્ટાફે ભીની આંખે આંસુ સાથે વિદાય આપી હતી. સિહોરના ઢૂંઢસર ગામની શાળાના શિક્ષક વર્ષોથી શાળામાં અભ્યાસ કરાવી રહ્યાં હતાં. ત્યારે તેમની તાજેતરમાં આંણદ ખાતે બદલી થઇ હતી, જેમના વિદાય સમારંભમા શાળાનાં બાળકો ને શિક્ષકો ભેટી પડી ચોધાર આંસુ સાથે વિદાય આપતાં માહોલ ગમગીન થઇ ગયો હતો. અને ભાવુકતા સાથે વિદાય આપી હતી