Sihor
સિહોર પાલિકાના કર્મીઓને પગાર આપવામાં ફાંફા : હાલત કફોડી

પવાર
વિચારો સફાઈ કામદારોને ટોપલા અને સાવરણા એમના ખર્ચે લાવવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે, પાલિકાની આર્થિક સ્થિતિ અત્યંત પાયમાલ, કર્મીઓનો બે માસથી પગાર ન થયો, કર્મીઓને ઘર ચલાવવું મુશ્કેલ, પરિવારોની હાલત કફોડી, વહેલી તકે પગારની માંગ
નવો મહિનો શરૂ થયાને ત્રણ દિવસ થઈ ગયા પણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા એવી સિહોર નગરપાલિકાના કર્મચારીઓનો પગાર આ વખતે પણ નથી થઈ શક્યો. જેના કારણે કર્મચારીઓમાં રોષની લાગણી જન્મી છે. પાલિકાની કથળતી આર્થિક સ્થિતિ સારી નથી.
છેલ્લા બે માસથી કર્મીઓને પગાર મળ્યો નથી. નગરપાલિકા માં છેલ્લા 2 માસ થી સફાઈ કામદારો નો પગાર ન થતા સફાઈ કામદાર મહિલાઓ પાલિકાએ દોડી આવ્યા હતા અને સફાઈ કામ અટકી જતાં આ વોર્ડ ન.3 ના પૂર્વ નગરસેવક મુન્નાભાઈ દાનાભાઇ આલ સફાઈ કામદારો ના પ્રશ્ને લઈ પાલિકા દોડી આવ્યા અને જવાબદાર અધિકારી ઓ કોઈ પાલિકા કચેરી માં હાજર ન હોવાને લઈ આક્રોશ વ્યક્ત કરેલ ફોન કરી સફાઈ કામદાર ના પગાર અંગે જણાવતા.. જે અંગે હજી સુધી ગ્રાન્ટ ન આવતા વિકટ પ્રશ્ન ઊભો થયો હતો.તેમજ સુડલાં ,સાવરણા જે પોતાના હાલ ખર્ચે લાવી રહ્યા છે.
પાલિકામાં થતી આવક અને ખર્ચમાં મોનીટરીંગનો અભાવ, ગ્રાન્ટોનો અન્ય સ્થળે ઉપયોગ, અને ઢંગધડા વિનાના ખર્ચાઓ મંજુર કરવા જેવા કારણો આ માટે જવાબદાર હોવાનું તજજ્ઞો જણાવી રહ્યા છે.