Bhavnagar
ભાવનગર નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે ફેકલ્ટી ડેવલપમેન્ટ કાર્યક્રમ યોજાયો ; શિક્ષણ તજજ્ઞો માર્ગદર્શન આપ્યું

કુવાડિયા
ભાવનગર મહારાજા કૃષ્ણકુમાર સિંહજી યુનીવર્સીટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજ નગર ખાતે શુક્રવારના રોજ ફેકલ્ટી ડેવલપમેન્ટ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજ નગર ખાતે બી.એ ,બી.કોમ , બી.બી.એ , બી.સી.એ , એમ.એ , એમ.કોમ , એમ.એસ.ડબલ્યુ , ફેશન ડીઝાઇનીંગ , સેનેટરી ઈન્સપેકટર પબ્લીક એડમીસ્ટેટ , ડી.એન વાય.એસ , કોર્ષના અધ્યાપકો માટે એક દિવસીય ફેકલ્ટી ડેવલપમેન્ટનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો .
ભારતીય સંસ્કૃતિના મુળમાં ભારતીય શિક્ષણ વ્યવસ્થા માં ગુરૂ શિષ્ય ની પરંપરા રહેલી છે. ગુરૂ ના જ્ઞાન થી શિષ્ય સફળતા ની સીડી ચડે છે. ગુરૂ અને શિષ્ય પરંપરા જળવાય રહે તે આજની શિક્ષણ વ્યવસ્થામાં ખુબ જરૂરી છે. આજના બદલતા જતા યુગમાં આધુનીક અને ટેકનોલોજી ની શિક્ષણ વ્યવસ્થામાં અધ્યાપકો એ ગુરૂ પરંપરા ની સાથે સ્માટનેશ હોવું ખુબ જરૂરી છે. આ ફેકલ્ટી ડેવલપમેન્ટ કાર્યક્રમમાં ભાવનગરના શિક્ષણ તજજ્ઞો એ માર્ગદર્શન આપ્યું હતું, અને અલગ અલગ સેશન દ્વારા પોતાના વકતવ્યમાં જણાવ્યું હતું કે આજના વિધાર્થીમાં શક્તિ ખુબ રહેલી છે, માત્ર તે શક્તિ ને એક અધ્યાપક તરીકે તમારે ઓળખીને તેને પ્રેરણા આપી તેને યોગ્ય દિશામાં લઈ જવાનું એક અધ્યાપક તરીકે તમારું કર્તવ્ય છે .
નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજ નગર ખાતે યોજાયેલ આ ફેકલ્ટી ડેવલપમેન્ટ કાર્યક્રમ નું ઉદ્ઘાટન એમ . કે બી . યુનિવર્સિટી ના પૂર્વ કાર્યકારી કુલપતિ ડૉ.એચ.એન.વાઘેલા એ કર્યું હતું , જયારે અલગ અલગ સેશન માં વક્તા તરીકે લોકભારતી સણોસરા ના પૂર્વ નિયામક ડૉ.અરુણભાઈ દવે બી , એડ કોલેજના પૂર્વ આચાર્ય ડૉ.મનોહરભાઈ ઠાકર અને ભાવનગર ના પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણાએ આ કાર્યક્રમમાં અધ્યાપકો માર્ગદર્શન આપ્યું હતું.