Sihor
સિહોર લાયન્સ કલબ દ્વારા નેત્ર કેમ્પ યોજાયો, 54 દર્દીઓની તપાસ થઈ, 22 દર્દીઓના ઓપરેશન વિનામૂલ્યે થશે
પવાર
સિહોરમાં અનેક સામાજિક સંસ્થાઓ શહેરવાસીઓની કોઈને કોઈ રીતે સેવાઓ કરતી રહી છે, જેમાં લાયન્સ ક્લબ ઓફ સિહોર દ્વારા વર્ષોથી સમાજલક્ષી, શિક્ષણલક્ષી અને આરોગ્યલક્ષી કાર્યો થઈ રહ્યા છે, ખાસ કરીને આ સંસ્થા દ્વારા છેલ્લા કેટલાક સમયથી સિનિયર સિટીઝન માટે ‘નેત્ર યજ્ઞ કેમ્પ’ નું આયોજન થઈ રહ્યું છે, આ ‘નેત્ર યજ્ઞ કેમ્પ’માં ઉપસ્થિત રહેતા તમામ દર્દીઓની આંખની તપાસ તેમજ વધુ સારવારની જરૂર જણાય તો રાજકોટ ખાતે તેમના મોતિયાબિંબના ઓપરેશન માટેની સંપૂર્ણ વ્યવસ્થા ‘લાયન્સ ક્લબ દ્વારા થઈ રહી છે.
ગઈકાલે સિહોર અને આસપાસના 54 જેટલા દર્દી નારાયણની આંખોના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો દ્વારા તપાસ થઈ હતી, જેમાંથી 22 દર્દીઓને રાજકોટ ખાતે મોતીયાબીનના ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા હતા, આ સંસ્થા દ્વારા તમામ વડીલોને સિહોરથી રાજકોટ પહોંચાડવા, ત્યાં યોગ્ય સારવાર કરાવવી અને સારવાર બાદ તેમને શિહોર સુધી પહોંચાડવાની તમામ વ્યવસ્થા કરવામાં આવે છે. આ સુંદર આયોજનમાં MJF લાયન શ્રી શ્રીકાંતભાઈ દેસાઈ, પૂર્વ પ્રમુખ લાયન પ્રદીપભાઈ કળથિયા, પ્રોજેક્ટ ચેરમેન લાયન ડોક્ટર શરદભાઈ પાઠક, સેક્રેટરી લાયન સંજયભાઈ દેસાઈ, પૂર્વ સેક્રેટરી લાયન ઉદયભાઇ વીસાણી, લાયન ડોક્ટર કલ્પેશભાઈ ગૌસ્વામી અને પ્રમુખશ્રી ડોક્ટર પ્રશાંતભાઇ આસ્તિક સહિતના તમામ વડીલો અને યુવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.