Bhavnagar
ભાવનગરના વેપારી પાસે ધમકી ભર્યા પત્ર સાથે ૧,૯૦,૦૦૦ ડોલર ની ખંડણી કરનાર ખંડણીખોર ઝડપાયો : અન્ય આરોપી હાથવેંતમાં

બરફવાળા
એક વેપારી પાસે 1,90,000 ડોલરની ખંડણી ની માંગ, વેપારીને કાયદાકીય ચૂંગલમાં ફસાવી વેપારમાં હેરાન કરવાની ધમકી પત્રમાં લખી કરી ખંડણીની માંગ, વેપારીએ પોલીસને જાણ કરતા પોલીસે ગણતરીની કલાકોમાં ખંડણીખોરને ઝડપી લીધો
ભાવનગર શહેરમાં વણિક વેપારીને ગર્ભિત નનામી પત્ર લખીને ૧ લાખ ૯૦ હજાર યુએસ ડોલરની માંગ કરનાર ઇસમની પોલીસે ગણતરીની કલાકોમાં ધરપકડ કરી વધુ પૂછપરછ અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગર શહેરનાં જાણીતા વેપારી જતીન શાહ કે જેઓ કોલસાનાં વેપારી છે જે વિદેશથી કોલસો મંગાવી તેનો વેપાર કરે છે.
જેમની ઓફીસ શહેરના વાઘાવાડીરોડ પરિમલ ચોક પાસે આવેલી ડી એન્ડ આઈ એક્સલસમાં આવેલી હોય જેમાં ગત ૧૯ એપ્રિલના રોજ સવારે ઓફીસ ખોલતા એક નનામી પત્ર મળી આવ્યો હતો જતીન શાહને ઇન્કમટેક્ષ સહિત વિવિધ કાયદાકીય ચૂંગલમાં ફસાવી હેરાન કરવાની ધમકી આપવામાં આવી હતી અને જો તે ન કરવું હોય તો ૧,૯૦,૦૦૦ અમેરિકન ડોલર એટલે કે ભારતીય ચલણ મુજબ દોઢ કરોડ રૂ.ની માંગ કરી હતી. જેના પગલે વેપારીએ તાકીદે જિલ્લા પોલીસવડા ને જાણ કરતા તાકીદે ડીવાયએસપી સહિતની ટીમ આ ઘટનામાં તપાસ માટે લગાડી ગણતરીની કલાકોમાં ભગવાન ઉર્ફે ભાવેશ ચાવડાની પોલીસે ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે આ ગુનામાં અન્ય ની પણ સંડોવણી હોય જે પણ આરોપીની પૂછપરછ બાદ પોલીસના હાથવેંતમાં હોવાનું જાણવા મળ્યું છે.