Sihor
સિહોર નજીક આવેલ ગાંધારી આશ્રમના અબોલ પશુઓના નિભાવ માટે એલડીમુની હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિધાર્થીઓ પશુઓની વહારે આવ્યા
મિલન કુવાડિયા
- પશુ પ્રેમી અને ભૂતપૂર્વ વિધાર્થીઓ ઉનાળાના જરૂરતના સમયે પશુઓને ટ્રક મોઢે ચારો નાખવાનું પુણ્ય કરી રહ્યા છે – આ નીરણ હાલ પશુઓ માટે આશીર્વાદ રૂપ બન્યું, આશ્રમના ઘાસચારા માટે થોડા દિવસ પહેલાં ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી
સિહોરમાં ઉનાળાના દિવસોમાં અબોલ પશુઓના નિભાવ માટે એલડીમુની હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિધાર્થીઓ ગાંધારી આશ્રમના પશુઓ માટે ટ્રક મોઢે ઘાસચારાનું નિરણ કર્યુ હતું. હાલ ઉનાળાના જરૂરતના સમયે ગાંધારી આશ્રમના પશુઓને ચારો નાખવાનું પુણ્ય કરી રહ્યા છે. એક તરફ જ્યાં છેવાડાના વિસ્તારમાં ઘાસ ઉગતું નથી ત્યાં આ ભુતપૂર્વ વિધાર્થી મુશ્કેલ પરિસ્થિતિમાં નાદાન પ્રાણીઓને મદદ કરી છે.
અને જીવદયા પરંપરાને જીવંત રાખવાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. રામ કી ચીડિયા, રામ કા ખેત, ખાલો ચીડિયા ભર ભર પેટ’ આવી ઉમદા વૈચારિક ધરોહરના કારણે આજે પણ સમાજમાં જીવદયા પ્રવૃતિ ટકી રહી છે. લોકો યથાશક્તિ જીવદયા કામ તો કરતાં જ હોય છે.
પરંતુ એલડી મુનિ સ્કૂલના ભૂતપૂર્વ વિધાર્થીઓએ ટ્રક મોઢે પશુઓ માટે ઘાસચારો આપીને હાલની ઘાસચારાની દુષ્કાળની સ્થિતિમાં ગાય જેવા અબોલ જીવોને જીવ ગુમાવવો ન પડે તે અંગે સંવેદના રહેલી છે. આવા પ્રકારના નીરણ સ્થળો જ જીવન જીવવા આધારભૂત બની રહે છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા યોજાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન વધેલી રકમમાંથી આ ઉમદા કાર્ય થઈ રહ્યું છે