Bhavnagar
ગુજરાતમાં આગામી દરેક ચૂંટણી ભાજપ માટે આસાન નહીં હોય, આમ આદમી પાર્ટી ફાઈટ આપશે : ગોપાલ ઇટાલીયા

કુવાડિયા
દિલ્હીના કથિત શરાબ ઘોટલમાં કોર્ટનો ચુકાદો ક્લીન ચીટ, કેજરીવાલ અને આપની ઈમેજ તોડવા ભાજપે તંત્રનો દુરુપયોગ કર્યો : ભાવનગરમાં પત્રકાર પરિષદ યોજી ઇટાલીયાએ કર્યા પ્રહાર
આમ આદમી પાર્ટીની ઈમેજ તોડવા પ્રયાસ થઈ રહ્યો હોવાનું જણાવી ગુજરાતમાં ઉભરતી પાર્ટીને પણ તોડવાનો પ્રયાસ કરવા ખોટા કેસ કરી તંત્રનો દુરુપયોગ થઈ રહ્યો હોવાનો આક્ષેપ આપના નેતા ગોપાલ ઇટાલીયાએ કર્યો છે. ભાવનગર ખાતે આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, દિલ્હીના શરાબ ઘોટલામાં કોર્ટનો ચુકાદો ક્લીન ચીટ આવ્યો છે. અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીની ઈમેજ તોડવા પ્રયાસો થયા હતા.
ગત વિધાનસભામાં સારો દેખાવ કરનારને ગુજરાતમાં ઉભરતી આમ આદમી પાર્ટીને તોડવા ખોટા કેસો કરી તંત્રનો દુરુપયોગ થઈ રહ્યો છે. 156 સીટની હવા ભરાઈ ગઈ છે, પરંતુ હવે પછીની લોકસભા કે, નગરપાલિકાની કે, કોઈપણ ચૂંટણીઓ ભાજપ માટે આસાન નહીં હોય, આપ આગામી ચૂંટણીમાં પણ ભાજપને ફાઈટ આપશે. ભાવનગરના પાનવાડી ખાતે આપના આગેવાન રાજુભાઈ સોલંકીની ઓફિસે યોજાયેલ પત્રકાર પરિષદમાં ગોપાલભાઈ ઇટાલીયા ઉપરાંત અમૃતભાઈ મકવાણા, રાજુભાઈ સોલંકી, ઝેડ. પી. ખેની, બ્રિજરાજસિંહ સોલંકી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.