Connect with us

Sihor

સિહોરના ખાખરીયા નજીક ખુલ્લામાં રહેતા 60થી વધુ પરિવારોનું સ્થળાંતર : વાવાઝોડા સામે તંત્ર સંપૂર્ણ સજજ

Published

on

evacuation-of-more-than-60-families-living-in-the-open-near-khakharia-sihore-system-fully-prepared-against-cyclone

પવાર

  • સંભવિત વાવાઝોડા સામે વહીવટી તંત્રનું આગોતરૂ આયોજન :બચાવ રાહત માટે સમગ્ર તંત્ર સ્ટેન્ડ બાય : વાવાઝોડા પહેલા અને પછીની પરિસ્થિતિને પહોંચી વળવા સિહોર વહીવટી તંત્રની પુરી તૈયારી ; જોગસિંહ દરબાર

બિપોરજોય વાવાઝોડાના તોળાઈ રહેલા સંભવિત સંકટને પગલે સિહોર વહીવટી તંત્ર સજજ હોવાનું મામલતદારશ્રી જોગસિંહ દરબારે જણાવ્યુ હતું. આવતીકાલે 15 મીએ વાવાઝોડાની અસર પડવાની સંભાવના છે. વાવાઝોડા પહેલા અને પછીની પરિસ્થિતિ માટે જીલ્લા વહીવટી તંત્ર સજજ હોવાનું જણાવ્યું હતું.

evacuation-of-more-than-60-families-living-in-the-open-near-khakharia-sihore-system-fully-prepared-against-cyclone

વધુમાં સિહોર તાલુકામાં વાવાઝોડાની અસરને પહોંચી વળવા પીજીવીસીએલ, આરોગ્ય, સ્થળાંતર, પાણી, વાહન વ્યવહાર, ફ્રૂટ પેકેટ વિ.બાબતે આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે. સિહોરમાં હાલ અત્યાર સુધીમાં 60 થી વધુ પરિવારોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે.

evacuation-of-more-than-60-families-living-in-the-open-near-khakharia-sihore-system-fully-prepared-against-cyclone

હજુ પણ જરૂર જણાયે સ્થળાંતર કરવામાં આવશે. તેમજ ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે. સ્થળાંતર કરાયેલા અસરગ્રસ્તોને રહેવા જમવા સાથે પાણીની વ્યવસ્થા કરવામાં આવશે. અંતમાં વાવાઝોડા પહેલા અને પછીની પરિસ્થિતિ માટે વહીવટી તંત્ર સજજ હોવાનું મામલતદારશ્રી જોગસિંહ દરબારે જણાવ્યું હતું.

Continue Reading
Advertisement
error: Content is protected !!