Connect with us

Sihor

સિહોરના જીઆઇડીસી 4 ઘાંઘળી રોડનું ધોવાણ, મોત સમાન ખાડાઓની ભરમાર

Published

on

Erosion of GIDC 4 Ghangli Road in Sihore, many potholes like death

પવાર

  • વરસાદના કારણે રોડની સ્થિતિ વધુ બગડી, વાહનચાલકો પર જીવનું જોખમ, મોટા-મોટા ખાડા પડયાં, ગંભીર અકસ્માતો છતાં તંત્ર પાસે ખાડા પૂરવાનો સમય નથી

સિહોર શહેરમાં અનેક અસુવિધાઓથી પ્રજા ત્રાહીમામ છે. અનેક ખરાબ રસ્તાથી વાહનચાલકો પરેશાની ભોગવી રહ્યાં છે. આ રસ્તા પર વાહનો ફસાવવાના તેમજ અકસ્માત થવાના પણ બનાવો વધી રહ્યાં છે. ત્યારે તંત્ર દ્વારા રસ્તા માટે યોગ્ય કાર્યવાહી હાથ ધરે તેવી લોકોમાંગ ઉઠી છે.Erosion of GIDC 4 Ghangli Road in Sihore, many potholes like death

૨૪ કલાક ટ્રાફિકથી ધમધમતા સિહોરના ઘાંઘળી રોડની દુર્દશાથી વાહનચાલકો ઉપર જીવનું જોખમ મંડરાઈ રહ્યું છે. હાઈવે પર પડેલા મોટા-મોટા ખાડાના કારણે વાહનોને નુકશાની થઈ રહી છે. જેનાથી સામાન્ય જનતા ઉપરાંત ઉદ્યોગકારો પણ પરેશાન થઈ ગયા છે. સિહોરનો ઘાંઘળી રોડ રાજ્ય ધોરીમાર્ગનો એક ભાગ છે. પરંતુ આ રોડની હાલત ગામડાના રસ્તા કરતા પણ વધુ ખરાબ બની ગઈ છે. વરસાદમાં ધોવાણના કારણે ઘાંઘળી રોડ પર મોટા-મોટા ખાડા પડી ગયા છે. જેના કારણે ભૂતકાળમાં ગંભીર અકસ્માતો સર્જાયા છે. તેમ છતાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા રસ્તાનું રિપેરીંગ કામમાં કરવામાં આવ્યું નથી. જેના કારણે આ માર્ગ પરથી કોઈપણ વાહનચાલકને પસાર થવું દુઃસ્વપ્ન સમાન બની ગયું છે. રોડની દુર્દશાને કારણે વાહનોમાં નુકશાની એ રોજિંદી બાબત બની ગઈ છે.Erosion of GIDC 4 Ghangli Road in Sihore, many potholes like death

આ રસ્તો અમદાવાદ અને પાલિતાણાને જોડે છે. જેથી ખાનગી વાહનો, સરકારી બસની સતત અવર-જવર રહેતી હોય છે. ત્યારે વરસાદના સમયમાં આ માર્ગ મુસાફરી માટે જીવલેણ પણ સાબિત થઈ શકે તેમ છે. વળી, ઘાંઘળી રોડ, સિહોર જીઆઈડીસી-ર વગેરે જગ્યાએ સ્ટીલ રી-રોલીંગ મીલ, ઈન્ડક્શન ફર્નેશ ઈન્ડસ્ટ્રીઝો આવેલી હોય, હાઈવે રોડની જર્જરીત હાલતથી ઉદ્યોગકારો પણ પરેશાન થઈ ચુક્યા છે. આ રોડ પર સિહોરને ધમધમતું રાખનાર જીઆઇડીસી બે નંબર તથા ચાર નંબર એમ બે જીઆઇડીસી આવેલ છે. હજ્જારો કારીગરો આ રોડ પર પોતાના ધંધા માટે આવન જાવન કરે છે. આ દરેક જીવના જોખમે મુસાફરી કરતા જોવા મળે છે. આ રોડની હાલત અત્યંત દયનિય બની ગઇ છે.

error: Content is protected !!