Sihor
ભાણગઢ પ્રાથમિક શાળાના બાળકો દ્વારા પર્યાવરણીય પ્રવૃત્તિ; ગામમાં લટકતી દોરીઓ એકઠી કરી નાશ કરાયો
પવાર
સિહોર તાલુકાના ભાનગઢ પ્રાથમિક શાળાના બાળકો દ્વારા ગામમાં વૃક્ષો, માર્ગો અને સ્ટ્રીટ લાઇટોના થાંભલા પર લટકતી પતંગની દોરી એકઠી કરવા અનોખો નુસ્ખો અપનાવ્યો હતો. અને લોકોને પ્રેરણારૂપ થાય તેવું ઉમદા કાર્ય હાથ ધર્યુ હતું. જેમાં ઉત્તરાયણ બાદ રસ્તામાં રખડતી અને લટકતી દોરીઓથી માનવ અને પશુઓને હાનિ પહોંચતી હોય છે. ત્યારે ગામના બાળકો ગામમાં જુદા જુદા વિસ્તારમાંથી વૃક્ષો, રસ્તા અને સ્ટ્રીટ લાઇટના થાંભલે લટકતી દોરીઓ એકત્રીત કરીને લઇ આવ્યાં હતાં
ભાણગઢ પ્રાથમિક શાળાના બાળકો દ્વારા ઈકો ક્લબ અંતર્ગત ઉતરાયણ પછી રસ્તાઓ, અગાશી અને વૃક્ષો પર લટકતા દોરાઓ અને પતંગના કચરાને સમગ્ર ગામમાંથી એકઠો કરી નાશ કરવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે આવા દોરા અને પતંગના કચરાથી પક્ષીઓને પારાવાર નુકસાન થતુ હોય છે માટે અબોલ પશુ – પક્ષીઓની સલામતી માટે શાળાના આચાર્ય રાજેન્દ્રસિંહ સોલંકીના માર્ગદર્શન હેઠળ શાળાના તમામ બાળકો દ્વારા સેવા સાથે એક ઉદાહરણ રૂપ પ્રકૃતિનું કાર્ય કરવામાં આવ્યું છે.