Connect with us

Gujarat

સત્ય મેવ જયતે જયહિન્દના નારા સાથે કોંગ્રેસ છાવણીમાં ઉત્સાહ

Published

on

enthusiasm-in-the-congress-camp-with-slogans-of-satya-mev-jayate-jai-hind

બરફવાળા

  • ચુકાદા બાદ રાહુલ ગાંધી કોંગ્રેસ વડામથકે પહોંચ્યા : જબરુ સ્વાગત : સંસદમાં રાહુલ હોય તેવી તસ્વીર સાથે કોંગ્રેસે ટવીટ કર્યુ મે આ રહા હું સવાલ જારી રહેગાના બેનરો

મોદી અટક પર ટીપ્પણી મુદે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને ફટકારાયેલી બે વર્ષની સજા પર સુપ્રિમ કોર્ટે સ્ટે આપતા કોંગ્રેસ છાવણીમાં ઉત્સાહના ઘોડાપુર ઉમટયા છે. સત્યમેવ જયતે, જયહિન્દ સાથે કોંગ્રેસે ચુકાદાનું સ્વાગત કર્યુ હતું અને સમગ્ર ષડયંત્ર બેનકાબ થયાનો દાવો કર્યો હતો. બે વર્ષની સજા સામે સ્ટે આપવાની કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અરજી પરની સુનાવણી બાદ સર્વોચ્ચ અદાલતે માંગણીનો સ્વીકાર કરીને સજા પર સ્ટે આપ્યો હતો. મહત્વપૂર્ણ કાનૂની જંગમાં જીતને પગલે કોંગ્રેસ છાવણીમાં ઉત્સવ-ઉત્સાહનો માહોલ જામ્યો હતો અને મિઠાઈ વ્હેચીને ચુકાદાને વધારવામાં આવ્યો હતો.

enthusiasm-in-the-congress-camp-with-slogans-of-satya-mev-jayate-jai-hind

ચુકાદા વિશે પ્રિયંકા ગાંધીએ એમ કહ્યું કે અદાલતનો ન્યાયપૂર્ણ ફેંસલો આવકાર્ય છે. કોંગ્રેસના સીનીયર નેતા અધીર રંજન ચૌધરીએ એવો દાવો કર્યો હતો કે કોંગ્રેસ નેતાને રાજકારણથી દુર કરવાનું ષડયંત્ર બેનકાબ થઈ ગયુ છે. સમગ્ર આરોપ જ ખોટા હતા. કોંગ્રેસ દ્વારા વિધિવત પ્રત્યાઘાતમાં સત્યમેવ જયતે, જયહિન્દનો ઉલ્લેખ કરીને ન્યાયની જીત ગણાવવામાં આવી હતી. એટલું જ નહીં રાહુલ ગાંધી સંસદભવનમાં હોય તેવી તસ્વીર સાથેનું ટવીટ કર્યુ હતું. સર્વોચ્ચ અદાલતના આદેશને આવકારીને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોટે સત્ય અને ન્યાયની જીત ગણાવી હતી. સચીન પાઈલોટે પણ વિપક્ષી એકતાને નવી તાકાત મળશે તેવું જણાવ્યું હતું. રાહુલ ગાંધી ચુકાદા બાદ કોંગ્રેસ વડામથકે પહોંચ્યા હતા અને કાર્યકર્તાઓએ તેમનું જબરુ સ્વાગત કર્યુ હતું. મે આ રહા હું સવાલ જારી રહેગાના બેનર પણ પ્રદર્શિત થયા હતા અને તેથી સંસદમાં ફરી તેઓ સરકારને ભીડવશે તે સંકેત આપી દીધા હતા.

error: Content is protected !!