Bhavnagar
ભાવનગર ફોટોગ્રાફર એસો.ના પ્રમુખની વરણી

પવાર
તાજેતરમાં ભાવનગર ફોટોગ્રાફર એસોસિએશનની ચૂંટણી યોજાઈ હતી. જેમાં પ્રમુખ તરીકે કાળુભાઈ જાંબુચા જંગી બહુમતીથી ચૂંટાઈ આવ્યા છે. 322 ઉમેદવારો ધરાવતી ફોટોગ્રાફર એસોસિએશનની ભારે પ્રતિષ્ઠા ભરી ચૂંટણીમાં કાળુભાઈ જાંબુચા 197 વોટ મેળવી વિજેતા બન્યા હતા. ઉલ્લેખનીય છે કે, કાળુભાઈ જાંબુચા વિવિધ સેવાભાવી સંસ્થાઓ તથા ભાવનગરમાં સેવા કાર્યો માટે જાણીતા છે. સમાજ માટે અહર્નિશ સેવારત રહેતાં કાળુભાઈ જાંબુચા ભાવનગર ફોટોગ્રાફર એસોસિએશનના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવતા ફોટોગ્રાફર આલમમાં આનંદનો મોજુ ફેલાયું છે. સમાજમાં બનતી ઘટનાઓને દર્પણ બની દર્શાવવાનું કાર્ય ફોટોગ્રાફર કરતા હોય છે.