Connect with us

Bhavnagar

અલંગ સોસીયા શિપ બ્રેકિંગ યાર્ડ કામદાર સંઘના પ્રમુખ તરીકે ધારાસભ્‍ય જીગ્નેશભાઈ મેવાણી અને મંત્રી તરીકે સુખદેવસિંહ ગોહિલની વરણી

Published

on

Election of MLA Jigneshbhai Mevani as President of Alang Sosia Ship Breaking Yard Workers Union and Sukhdevsinh Gohil as Minister

બરફવાળા

અલંગ સોસીયા શિપ બ્રેકિંગ યાર્ડ કામદાર સંઘની તા. ૪/૭/૨૦૨૩ ના રોજ મળેલ મિટિંગમાં વિશાળ સંખ્‍યામાં મજૂર ભાઈઓએ હાજરી આપેલી તેમ જ કામદાર સંઘના હોદ્દેદારો અને આગેવાનો ખાસ હાજરી આપેલી તેમાં સર્વાનું મતે વડગામના ધારાસભ્‍ય જીગ્નેશભાઈ મેવાણી ની કામદાર સંઘના પ્રમુખ તરીકે સર્વનું મતે નિમણૂક કરવામાં આવેલ. મંત્રી તરીકે સુખદેવસિંહ ગોહિલ. લીગલ એડવાઈઝર હિરેનભાઈ જાની એડવોકેટ ભાવનગર ની નિમણૂક કરવામાં આવેલ. બીજા જુદા જુદા પદ માટે પણ અનેક આગેવાનોની નિમણૂક કરવામાં આવેલ છે. અલંગ સોસીયા યાર્ડના મજૂરોની પ્રાથમિક જરૂરિયાતો કોલોનીમાં રહેવા મોકલવા.

Election of MLA Jigneshbhai Mevani as President of Alang Sosia Ship Breaking Yard Workers Union and Sukhdevsinh Gohil as Minister

શિક્ષણ .પાણી લાઈટ જેવા અનેક પ્રશ્નોની રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ આવેલ નથી ત્‍યારે હવે ગુજરાતના યુવા નેતાએ કામદાર સંઘનું નેતૃત્‍વ સંભાળેલ છે ત્‍યારે મજૂરોને વિશ્વાસ બેઠો છે કે હવે આપણા પ્રશ્નોનું યોગ્‍ય નિકાલ આવશે. દર મહિનાની અંદર જીગ્નેશભાઈ ખાસ અલંગ આવીને મજૂરોના પ્રશ્નોમાં સાંભળશે અને એને યોગ્‍ય જગ્‍યાએ રજૂઆત કરશે. જરૂર પડશે તો ધારાસભ્‍ય દ્વારા ગુજરાત ધારાસભામાં પણ પ્રશ્નો ને વાચા આપશે. આ નિમણૂક ને આજુબાજુ વિસ્‍તારના આગેવાનો મજૂરો .ખેડૂતો .પર્યાવરણ પ્રેમીઓ વગેરેએ આવકારેલ છે.

error: Content is protected !!