Offbeat
આ ઈંડામાં એવી તો શું ખાસિયત છે કે 50 હજાર રૂપિયામાં વેચાઈ રહ્યું છે મરઘીનું ઈંડુ!
જો કે આજની દુનિયામાં તમામ વસ્તુઓ મોંઘી છે, પરંતુ કેટલીક વસ્તુઓ એવી છે જે તેની ગુણવત્તા પ્રમાણે યોગ્ય કિંમતે વેચાઈ રહી છે. આવી વસ્તુઓમાં ઈંડાનો પણ સમાવેશ થાય છે, જે પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે. માર્કેટમાં એક ઈંડાની કિંમત 10-12 રૂપિયા સુધીની છે, પરંતુ જો અમે તમને જણાવીએ કે એક મરઘીનું ઈંડું હજારોની કિંમતમાં વેચાઈ રહ્યું છે.
યુનાઇટેડ કિંગડમમાં રહેતા પરિવાર દ્વારા ઉછેરવામાં આવેલ મરઘીનું એક ઈંડું 50 હજાર રૂપિયામાં વેચી શકાય છે. આ ઈંડાને ઓનલાઈન વેચાણ માટે મુકવામાં આવ્યું છે, જેની કિંમત ભારતીય ચલણમાં £500 એટલે કે 47 હજાર રૂપિયા રાખવામાં આવી છે. આશા છે કે આ ફાઈનલ 50 હજાર રૂપિયામાં વેચાઈ શકે છે. હવે તમે પણ વિચારતા હશો કે આ ઈંડાની ખાસિયત શું છે?
કેમ મોંઘું વેચાઈ રહ્યું છે ઈંડું?
એક રિપોર્ટ મુજબ Annabel Mulcahyના ઘરમાં છેલ્લા 20 વર્ષથી રેસ્ક્યુ કરેલી મરઘીઓ ઉછેરવામાં આવી રહી છે. આમાંથી એક મરઘીએ એક સવારે એવું ઈંડું મૂક્યું, જેને જોઈને પરિવારના સભ્યો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. તેણે West Oxfordshireમાં રહેતા તેના બાળકોને આ ઈંડું બતાવ્યું અને તેઓએ તેમાં રસ દાખવવાનું શરૂ કર્યું. .
આ ઈંડું મૂકનાર મરઘીનું નામ Twinskie છે. જ્યારે એનાબેલે આ ઈંડા વિશે ગૂગલ પર સર્ચ કર્યું તો જાણવા મળ્યું કે તે ખૂબ જ દુર્લભ ઈંડું છે કારણ કે ઈંડાનો આકાર અંડાકાર નહીં પણ એકદમ ગોળ હતો.
કરોડોમાં એક હોય છે આવું એક ઈંડું
ગૂગલ પર સર્ચ કર્યા પછી એનાબેલને ખબર પડી કે આ જે પ્રકારનું ઈંડું છે તે ઈંડું કરોડોમાં એક છે. ઈંડું એટલું ગોળ છે કે તેને ટેબલ પર ફેરવી શકાય છે. તેણે ઈંડાની શરૂઆતની કિંમત 100 પાઉન્ડ એટલે કે 10 હજારની આસપાસ રાખી હતી, જેનાથી આગળ હરાજીની કિંમતમાં સતત વધારો થતો ગયો. આ પહેલા વર્ષ 2018માં પણ ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડમાં Stockman’s Eggs નામના ફાર્મમાંથી 3 ગણા વિશાળ ઈંડા મળી આવ્યા હતા. તેનું વજન 178 ગ્રામ હતું, જ્યારે સામાન્ય રીતે ઇંડા 58 થી 60 ગ્રામ વજનના હોય છે.