Sihor
સિહોર નગરપાલિકામાં આર્થિક કટોકટી : સફાઈ કર્મીઓ ત્રણ-ત્રણ માસથી પગારથી વંચિત

પવાર
સફાઈ કર્મીઓનું એક પ્રતિનિધિ મંડળ કોંગ્રેસ પ્રમુખ પાસે દોડી જઈ આક્રોશ ઠાલવ્યો ; કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ અને કાર્યકરોએ તત્કાલ સફાઈ કર્મીઓના પગાર કરવા ચિફઓફિસરને રૂબરૂ મળ્યા
સિહોર શહેરને સ્વચ્છ અને સુંદર રાખવા માટે જે પાલિકા તંત્રના સફાઈ કામદારો વહેલી સવારથી સાંજ સુધી સ્વચ્છતા નો પરસેવો વહાવે છે આ ગરીબ સફાઈ કામદારો ને ત્રણ મહીનાઓથી વેતનના નાણાંથી વંચિત છે જેના આક્રોશ વચ્ચે સિહોર નગરપાલિકાના સફાઈ કામદારોમાં ભારે રોષ ભભુકી ઉઠ્યો છે, જોકે વિપક્ષ કોંગ્રેસે કમાંન હાથમાં લીધી છે અને કામદારોના તત્કાલ પગાર કરવા માટેની રજુઆત કરી છે.
શહેરની સફાઈ કામગીરી માટે અસંખ્ય સફાઈ કામદારો કામ કરી રહયા છે. ત્યારે નગરપાલિકાની આર્થિક સ્થિતિ વધુ ને વધુ કંગાળ બની રહી છે. તંત્રની મનમાની અને અણઆવડતને લઈને પાલિકાના કર્મચારીઓ છેલ્લા ત્રણ માસ થવા છતા પગારથી વંચિત રહ્યા હોય તેમના પરિવારના સભ્યો કફોડી હાલતમાં મુકાઈ ગયા છે. સિહોર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નગરપાલિકા માં આઉટસોર્સમાં ફરજ બજાવતા સફાઈ કર્મચારીઓ ને ૩-૩ માસથી પગાર ન થતાં
કર્મચારીઓએ સિહોર શહેર કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ ગોહિલ ને રૂબરૂ મળી રજૂઆત કરતા તેઓના આ પ્રશ્નના નિરાકરણ માટે જયદીપસિહ દ્વારા આજે સિહોર નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબને આ બાબતે ધ્યાન દોરી વહેલી તકે યોગ્ય કરી પગાર નિયમિત અને સમયસર કરી આપવામાં આવે તેવી રજૂઆત કરી હતી. આ તકે સિહોર શહેર કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ ગોહિલ,યુવરાજ રાવ, અનિલભાઈ બારોટ,રાજુભાઈ ગોહિલ તેમજ ધવલ પલાનીયા હાજર રહ્યા હતાં.