Gujarat
સુરતમાં નોંધાયો આટલી તીવ્રતાનો ભૂકંપ, 27 કીમી દૂર સમુદ્રમાં છે એપીસેન્ટર
ગુજરાતના સુરત જિલ્લામાં શનિવારે વહેલી સવારે 3.8ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો, એમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR)ના અધિકારીએ જણાવ્યું હતું.
ધ્રુજારીનો આંચકો સવારે 12:52 કલાકે નોંધાયો હતો અને તેનું કેન્દ્રબિંદુ સુરતથી લગભગ 27 કિલોમીટર પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ (WSW)માં હતું, એમ તેમણે જણાવ્યું હતું.
“તે 5.2 કિલોમીટરની ઊંડાઈએ નોંધવામાં આવ્યું હતું, અને એપીસેન્ટર જિલ્લાના હજીરાથી દૂર અરબી સમુદ્રમાં હતું. ધ્રુજારીના આંચકાથી જાન-માલને કોઈ નુકસાન થયું નથી,” જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારીએ જણાવ્યું હતું.
ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (GSDMA) મુજબ, રાજ્ય ભૂકંપના ઊંચા જોખમનો સામનો કરે છે અને 1819, 1845, 1847, 1848, 1864, 1903, 1938, 1956 અને 2001માં મોટી ઘટનાઓ બની છે.
2001નો કચ્છનો ભૂકંપ છેલ્લી બે સદીઓમાં ભારતમાં ત્રીજો સૌથી મોટો અને બીજો સૌથી વિનાશક ધરતીકંપ હતો, જેમાં 13,800 થી વધુ લોકો માર્યા ગયા હતા અને 1.67 લાખ ઘાયલ થયા હતા.