Sihor
સિહોરના તરશિંગડા ખાતે આવેલી જગદિશ્વરાનંદ પ્રાથમિક શાળામા ડ્રેસ,યુનિફોર્મ અને શુઝ આપવામા આવ્યા
પવાર
સિહોરમાં આવેલી જગદીશ્વરાનંદ પ્રાથમિક શાળામા ગૌતમેશ્વર મંદિરના મહંત શ્રી સ્વરૂપાનંદ બાપુ તેમજ ભાવિક ભક્તોના સહકારથી શાળાના તમામ વિદ્યાર્થીઓને વિના મૂલ્યે યુનિફોર્મ, ડ્રેસ તેમજ શૂઝ આપવામા આવ્યા. આ શાળા અતિ પછાત વિસ્તારમા આવેલી હોવાથી અહીં આસ પાસના આર્થિક તેમજ પછાત વિસ્તારનાં બાળકો અભ્યાસ કરી રહ્યાં છે
ત્યાર આ શાળાના તમામ બાળકોને આર્થિક રીતે મદદરૂપ બનીને શિક્ષણના ક્ષેત્રને ઉંચુ લાવવા ભગીરથ પ્રયાસો થઇ રહ્યાં છે ત્યારે શાળાના આચાર્ય નિલેશભાઈ દ્વારા શાળા પરીવાર તેમજ બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાને રાખી સ્વામી સ્વરૂપાનંદજી બાપુનો આભાર વ્યકત કર્યો હતો.