Connect with us

Bhavnagar

ડો. શ્યામાપ્રસાદ મુખરજી બલિદાન દિવસ અંતર્ગત શહેર યુવા ભાજપ દ્વારા રકતદાન કેમ્પ યોજાયો

Published

on

Dr. A blood donation camp was organized by city youth BJP under Shyama Prasad Mukherjee Sacrifice Day

દેવરાજ

પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ ડો. પ્રશાંતભાઈ કોરાટના માર્ગદર્શન હેઠળ ગુજરાતભરમાં ભાજપ યુવા મોરચા ઘ્વારા ડો. શ્યામાપ્રસાદ મુખરજી બલિદાન દિવસ નિમિતે રકતદાન કેમ્પનુ આયોજન કરવામાં આવેલ હોય, બલિદાન સાપ્તાહ અંતર્ગત તા.23 જૂનથી તા.30 દરમ્યાન ગુજરાત પ્રદેશ યુવા મોરચા ઘ્વારા રાજયના તમામ 580 મંડળ ખાતે રકતદાન કેમ્પ યોજાનાર હોય તે અંતર્ગત સિહોર શહેર ભાજપ યુવા મોરચા ઘ્વારા શહેર ભાજપ પ્રમુખ રૂપેશ રોઝીયાના માર્ગદર્શન હેઠળ મેગા રક્તદાન કેમ્પ યોજાયો હતો ભારતીય જન સંઘના સંસ્થાપક ડો.શ્યામાપ્રસાદ મુખર્જી ના બલિદાન દિવસ નિમિતે ભારતીય જનતા પાર્ટી સિહોર શહેર યુવા મોરચા દ્વારા રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું જેમાં 47 યુનિટ રક્ત યુવાનો દ્વારા એકત્રિત કરવામાં આવ્યું.

Dr. A blood donation camp was organized by city youth BJP under Shyama Prasad Mukherjee Sacrifice Day

આ પ્રસંગે ભાવનગર જીલ્લા મહામંત્રી ભરતભાઈ મેર, સિહોર શહેર પ્રમુખ ડી.સી.રાણા, મહામંત્રી નિલેશભાઈ જાની, જીલ્લા ઉપપ્રમુખ ગાયત્રીબા સરવૈયા, જીલ્લા ઉપપ્રમુખ હંસાબેન પરમાર, પ્રદેશ યુવા મોરચા આમંત્રિત સભ્ય મલયભાઈ રામાનુજ, સિહોર શહેર યુવા પ્રમુખ રૂપેશ રોજીયા, મહામંત્રી દિનેશ ચૌહાણ, હેડલી શાહ તેમજ સિહોર શહેર યુવા મોરચા ના હોદેદારો જોડાયા હતા, આ કાર્યકમને સફળ બનાવવા સિહોર શહેર યુવા મોરચા ના તમામ હોદેદારો એ ભારે જહેમત ઉઠાવી હતી.

Continue Reading
Advertisement
error: Content is protected !!