Connect with us

Sihor

તંત્રના ભરોસે નહિ જાત મહેનત જીંદાબાદ

Published

on

Don't rely on the system to live hard work

વિશેષ હરેશ પવાર

આત્મનિર્ભર પરિવારો – સિહોરના સુરકાના દરવાજા વિસ્તારના 30 પરિવારોએ પાણીની સમસ્યાનો ઉકેલ ગોતી નવો રાહ ચિંધ્યો.

સુરકાના દરવાજાના 30 પરિવારો એક સંપ બન્યા, પાણીનો બોર કર્યો, પાઇપ લાઈન નાખી, સ્વ ખર્ચે લાઈનો ઘર સુધી લીધી, અંદાજે 4 લાખથી વધુનો ખર્ચ કરી પાણીની સમસ્યા ઉકેલી નાખી, નૌશાદ કુરેશી અને મહેબૂબભાઈ પઢીયાર જેવા આગેવાનોની મહેનત રંગ લાવી

જળ એ જ જીવન છે આ પંક્તિ આપણે શાળાનાં પુસ્તકોમાં ભણ્યા હતા પરંતુ પાણી મેળવવા માટે લોકોએ દરરોજ જહેમત ઉઠાવવી પડે તો તેને શું કહેવું તે પણ એક સવાલ છે. સિહોર માટે દુર્ભાગ્યે છે કે આઝાદીનાં 75 વર્ષ પછીય શહેરના લોકોને પાણી માટે ટળવળવુ પડે છે પરંતુ સિહોરના સુરકાના દરવાજા વિસ્તારના 30 જેટલા પરિવારોએ વર્ષો જૂની પાણીની સમસ્યાનો ઉકેલ શોધી કાઢ્યો છે

Don't rely on the system to live hard work

લીલાપીર વિસ્તારના લોકોને 15-20 દિવસે પીવાનું પાણી મળતું હતું, અને પાણી મેળવવા દૂર દૂર સુધી જવું પડતું, પરંતુ હવે અહીંના લોકો રાતદિવસ ગમે ત્યારે પાણી મેળવી શકે છે, માત્ર અંદાજે 4 લાખના ખર્ચે જાત મહેનતથી પોતાની અલગ પાણીની લાઈન નાખી સોસાયટીમાં ઘરે ઘરે પાણી પહોંચાડયું, તેમજ પીવાના પાણીની સમસ્યાને ભૂતકાળ બનાવીને લોકોને નવો રાહ ચીંધ્યો છે. ભાવનગરના રાજવીઓ એ ભાવનગર રાજ્યની સ્થાપના પહેલા સિહોર ને પોતાની રાજધાની બનાવી હતી, અને એ સમયે તે સિંહપુર ના નામે પ્રસિદ્ધ હતું, રજવાડાના સમયમાં અહી પાણી માટે ખૂબ સારી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, જેના કારણે લોકોને પીવાનું પાણી મળી રહેતું હતું

Advertisement

, પરંતુ રજવાડાના વિલીનીકરણ બાદ હાલના અત્યાધુનિક સમયમાં પીવાના પાણીની સમસ્યા ઘટવાને બદલે વધી રહી છે, અને જેના કારણે લોકો પીવાના પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે, અહીંના લોકોને 10 થી 15 દિવસે એકવાર પીવાનું પાણી મળે છે, પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા લોકો દ્વારા અનેક વખત આંદોલનો અને રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ આજદિન સુધી અહીંનું સ્થાનિક પ્રશાસન લોકોની પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ શોધી શક્યું નથી, પરંતુ સિહોરમાં જ આવેલા લીલાપીર વિસ્તારના લોકોએ હવે આ સમસ્યાને ભૂતકાળ બનાવી દીધી અને ઘરે ઘરે પાણી પહોંચાડી સમસ્યાનો અંત લાવી દીધો છે સિહોરમાં વર્ષોથી પીવાના પાણીની સમસ્યાથી સ્થાનિક લોકો પીડાઈ રહ્યા છે, સ્થાનિકો દ્વારા અનેક વખત રજૂઆતો કરાઈ, આંદોલનો પણ કર્યા, બીજી બાજુ લોકોને પૂરતું પાણી મળે એ માટે તંત્ર દ્વારા અનેક પ્રયાસો પણ કરવામાં આવ્યા પરંતુ તેમ છતાં પીવાના પાણીની સમસ્યાનો કોઈ ઉકેલ આજ સુધી નથી આવ્યો, જેના કારણે હાલ સિહોરના લોકોને અલગ અલગ વિસ્તાર મુજબ 8 થી 10 દિવસે એકવાર પીવાનું પાણી વિતરણ કરવામાં આવે છે,

પરંતુ આજ ગામમાં આવેલા લીલાપીર વિસ્તારના લોકોએ એક સંપ કરી પીવાના પાણીની આ સમસ્યાને જ ભૂતકાળ બનાવી લોકોને એક નવી રાહ ચીંધી છે. પાણીના ટાંકા મંગાવવા પાછળ વર્ષે હજજારો રૂપિયાનો ખર્ચ કરવો પડતો હતો અને વારંવાર ની રજૂઆતોને લઈને લોકો કંટાળી ગયા હતા, અંતે પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા સોસાયટીના રહીશો એકત્રિત થયા અને જાત મહેનતથી આ સમસ્યાનો અંત લાવવા નક્કી થયું, જેના માટે સૌ લોકોએ ભેગા મળી તેઓ પૈકીના એક ને પ્રમુખ બનાવી જવાબદારી સોંપી યોજના અમલમાં મૂકી અને માત્ર 4 લાખનો ખર્ચ કરી આખી સોસાયટીના લોકોને ઘરે ઘરે પાણી પહોંચતું કર્યું. સિહોરની આ સોસાયટી શહેરના સામાન્ય જમીન લેવલ થી 100 થી 150 ફૂટ ઊંચાઈ પર આવેલી છે, જેના કારણે તંત્ર અનેક વખત મહેનત કરતું પરંતુ, પરંતુ સમસ્યાનો અંત આણી શકતું ન હતું. પરંતુ કહેવાય છે

ને કે માત્ર ઈચ્છાશક્તિ ની જરૂર પડે છે, મન માં એક વખત નક્કી કર્યા બાદ લાગી પડો તો કોઈ કાર્ય મુશ્કેલ નથી લાગતું, આવું જ કંઇક સિહોરના લીલાપીર વિસ્તારના લોકોએ નક્કી થયા પછી કરી બતાવ્યું, તેમણે બનાવેલી યોજના અમલમાં મૂકીને લોકો પાસેથી માત્ર 12-12 હજાર રૂપિયા ઉઘરાવ્યા, તેમજ સોસાયટીમાં યોગ્ય તપાસ કરાવી 600 ફૂટનો ડાર ગળાવ્યો, જેમાં 500 ફૂટની 2.5 ઇંચની પિવિસી લાઈન ઉતારી, લોકોના નસીબ જોરમાં હોવાથી ડારમાં મીઠું પાણી નીકળતા લોકો ખુશખુશાલ બની ગયા, ત્યાર બાદ નજીકમાં જ સિહોરના રજવાડા સમયની ગઢની રાંગ સુધી 350 ફૂટ 2 ઇંચ ની પીવિસી લાઈન લંબાવી ગઢ ની રાંગ પર પાણીનો 5 હજાર લિટર નો ટાંકો મૂકાવી દીધો, અને ત્યાર બાદ તેમાંથી આજુબાજુના 30 જેટલા ઘરોમાં 1000 થી 1200 ફૂટ અડધા ઇંચની લાઈન લંબાવી પાણીના કનેક્શન આપી દીધા, ડાર માથી સીધું પાણી ટાંકા માં ભરાય અને પછી બસ પછી શું કહેવું અને ઘરે ઘરે પહોંચાડી દીધું પાણી. જ્યારે જોઈએ ત્યારે પાણી મળે છે જેથી હવે અહીંના લોકો ખુશ છે. ત્યારે નૌશાદ કુરેશી અને મહેબૂબભાઈ પઢીયાર જેવા આગેવાનોની મહેનત રંગ લાવી છે અને એક નવી રાહ ચીંધી છે

error: Content is protected !!