Connect with us

Sihor

ઘરના જ ઘાતકી ; સિહોર પીજીવીસીએલના કર્મચારીએ 14.90 લાખની ઉચાપત કરી

Published

on

domestic violence; 14.90 lakh embezzled by an employee of Sihore PGVCL

Pvar

ગ્રાહકો પાસેથી નાણાં વસૂલી કંપનીમાં જમા કરાવવાના બદલે ખિસ્સા ભર્યા, સિનિયર આસિસ્ટન્ટને સુપ્રી. ઓફ એકાઉન્ટનો ચાર્જ સોંપાયાના 9 માસમાં જ નાણાંકીય ગેરરીતિ આચરવાનું શરૂ કરેલું

પીજીવીસીએલ માટે ઘરનો જ ઘાતકી બન્યો હોય તેમ સિહોર ગ્રામ્ય પેટા વિભાગીય કચેરીનો સિનિયર આસિસ્ટન્ટે ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવેલા ૧૪.૯૦ લાખથી વધુની રકમ કંપનીમાં જમા કરાવવાના બદલે ખિસ્સા ભરી નાણાંકીય ઉચાપત કર્યાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. સુપ્રી. ઓફ એકાઉન્ટનો ચાર્જ મળ્યાના નવ માસમાં જ એસ.એે. (સિનિયર આસિસ્ટન્ટ)ને રૂપિયાની લાલચ લબળતા શખ્સે નવ માસમાં ગેરરીતિ આચવાનું શરૂ કરી દીધું હતું. પરંતુ પાપ છાપરે ચડીને પોકારે તેમ સિનિયર આસિ.ના ઘપલાનો ભાંડો ફૂટતા સત્તાવાર રીતે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. સિહોર ગ્રામ પીજીવીસીએલની પેટા વિભાગીય કચેરીમાં અગાઉ સિનિયર આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતો શંભુ મોહનભાઈને ગત તા.૨૦-૦૭-૨૦૨૦થી સબ ડિવિઝનમાં સુપ્રી. ઓફ એકાઉન્ટનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. દરમિયાનમાં તેણે એપ્રિલ-૨૦૨૧થી નવેમ્બર-૨૦૨૧ના અરસામાં મોટી નાણાંકીય ગેરરીતિ આચરી હોવાનું અધિકારીઓના ધ્યાન પર આવતા એક કમિટી રચી કચેરીનો રેકોર્ડ અને ડીસીઆર, ક્યુએમઆર બુક્સ વગેરેની તપાસ કરવામાં આવતા સિનિયર આસી.

domestic violence; 14.90 lakh embezzled by an employee of Sihore PGVCL

શંભુએ ૨૬૫ ગ્રાહકોના કલેક્શનની રૂા.૧૪,૦૯,૨૨૦ની રકમ જમા તો લીધી હતી. પરંતુ કચેરીમાં જમા ન કરી ઉચાપત કર્યાનું બહાર આવ્યું હતું.આ ઉપરાંત ૧૪ ગ્રાહકના ૪૪,૪૧૨ની રસીદોમાં કલેક્શન તારીખમાં ફેરફાર કરી હતી. બે ગ્રાહકની મેન્યુલ રસીદનું રૂા.૧૫,૫૦૦નું કલેક્શન કરી સિસ્ટમમાં માત્ર ૧૫૫૦ જમા કરાવ્યા હતા. આ ઉપરાંત રસીદ બુકોનો દુરઉપયોગ કરી ગ્રાહકો પાસેથી રૂા.૨૭,૫૩૦નું ઉઘરાણું કરી પોતાના ખિસ્સામાં રાખ્યા હતા. તેમજ જુદી-જુદી ચાર રસીદ બુક પેટે ગ્રાહકો પાસેથી રૂા.૪૦,૦૦૦ ઉઘરાવી તેમાંથી માત્ર ૩૦૦ રૂપિયા કચેરીમાં જમા કરાવ્યાનું પણ બહાર આવ્યું હતું.

domestic violence; 14.90 lakh embezzled by an employee of Sihore PGVCL
આમ, સિનિયર આસી. શંભુએ સરકારી રૂપિયા ૧૪,૯૦,૪૦૦ની ઉચાપત કરી વિશ્વાસઘાત-છેતરપિંડી આચરી રસીદ બુકોનો દુરોપયોગ કરી વીજ કંપની અને ગ્રાહકો સાથે સંઘર્ષ ઉભું થાય તેવો ગંભીર પ્રકારનો ગુનો કર્યો હતો. જે બનાવ અંગે સિહોર ગ્રામ્ય પેટા વિભાગીય કચેરીના નાયબ ઈજનેર ઝીંઝાલા (ઉ.વ.૩૮, રહે, હાલ શિવશક્તિ સોસાયટી, જ્ઞાાનભારતી સ્કૂલ પાછળ, સિહોર, મુળ ધરાઈ, તા. મહુવા)એ શંભુ સામે ગઈકાલે રાત્રે સિહોર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે શખ્સ સામે આઈપીસી ૪૦૯ મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હતી. વધુમાં ૧૪.૯૦ લાખની ઉચાપત કરનારો સિનિયર આસિસ્ટન્ટ શંભુને નિગમ કચેરીએ તા.૨૯-૧૨-૨૦૨૧થી ફરજ મોકૂફ કરી દઈ મહુવા પીજીવીસીએલની ડિવિઝન ઓફિસમાં મુકી દીધો છે.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!