Tech
ભૂલથીપણ આવા મેસેજ પર ક્લિક ના કરતા નહીતર હેકર્સના હાથમાં ચાલ્યો જશે તમારા મોબાઈલ નો કંટ્રોલ

હેકર્સ અનેક રીતે લોકોને પોતાનો શિકાર બનાવે છે. હવે ફરી એકવાર કરોડો એન્ડ્રોઇડ યુઝર્સ પર એક મોટો ખતરો છે. ગૂગલે આ ખતરાને લઈને એન્ડ્રોઈડ યુઝર્સ માટે ચેતવણી પણ જારી કરી છે આ ખતરાનું નામ Hermit છે રિપોર્ટ અનુસાર, હેકર્સ, હર્મિટ દ્વારા, યુઝર્સને ફેક એપ્સની જાળમાં ફસાવે છે અને યુઝર્સના ફોન પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લે છે.
આ એક માલવેર છે. આના માધ્યમથી હેકર્સ યુઝરના કોલ લોગ અને ફોટોને સરળતાથી એક્સેસ કરી શકે છે. આટલું જ નહીં, હેકર્સ તેમની ઈચ્છા મુજબ તમારા ફોન કોલ્સ રીડાયરેક્ટ પણ કરી શકે છે.
કહેવામાં આવી રહ્યું છે કે આ નવો ખતરો સૌથી પહેલા લુકઆઉટની ટીમે પકડ્યો હતો. હવે ગૂગલે પણ તેની પુષ્ટિ કરી છે. ગૂગલનું કહેવું છે કે કંપની આ ખતરનાક બગ પર નજર રાખી રહી છે. આ સાથે ગૂગલ પણ તેની માહિતી યુઝર્સને આપી રહ્યું છે, જેઓ તેનો શિકાર બન્યા છે. આવી સ્થિતિમાં, યુઝર્સને આનાથી બચવા માટે હાલમાં કોઈપણ અજાણ્યા સ્ત્રોતમાંથી કોઈપણ એપ્લિકેશન ડાઉનલોડ ન કરવા માટે કહેવામાં આવ્યું છે.
હેકર્સ આ માલવેરને સ્માર્ટફોન સુધી પહોંચાડવા માટે ‘ડ્રાઈવ બાય’ પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યા છે. આમાં યુઝર્સને નકલી ટેક્સ્ટ મેસેજ મોકલવામાં આવે છે. આ મેસેજમાં લખવામાં આવ્યું છે કે જો તમે તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટનો ઉપયોગ ચાલુ રાખવા માંગો છો, તો તેને તરત અપડેટ કરો. આ પછી, હેકર્સ ચતુરાઈથી યુઝરના ફોનમાં નકલી એપ્સ ઇન્સ્ટોલ કરે છે અને યુઝરને તેની ખબર પણ નથી પડતી.
તે જ સમયે, લુકઆઉટની ટીમે આ માલવેર હર્મિટ વિશે જણાવ્યું હતું કે તે મૂળ કંપનીઓ અથવા સંસ્થાઓના નામનો ઉપયોગ કરીને વપરાશકર્તાઓને ફસાવે છે. આમાં મોટાભાગની ટેલિકોમ કંપનીઓ અથવા સ્માર્ટફોન ઉત્પાદકોના નામનો ઉપયોગ કરવામાં આવે છે. હેકર્સ ફોનની સ્ક્રીન પર અસલ વેબસાઇટ પ્રદર્શિત કરે છે અને બેકગ્રાઉન્ડમાં માલવેર ચલાવવાનું શરૂ કરે છે જેથી વપરાશકર્તાઓને તેના પર શંકા ન થાય અને તે વાસ્તવિક દેખાય.
આ સાથે અન્ય એક ખતરાની ઓળખ કરવામાં આવી છે. આમાં યુઝરના ફોનની મોબાઈલ ડેટા કનેક્ટિવિટી બંધ થઈ જાય છે. હેકર્સ ડેટા કનેક્ટિવિટી ઓફર કરવા માટે મેસેજ મોકલે છે. આમાં, યુઝર્સને ફોનમાં ડેટા કનેક્ટિવિટી પુનઃસ્થાપિત કરવા માટે ફાઇલ ડાઉનલોડ કરવાનું કહેવામાં આવે છે.