Sihor
ભારત વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે સિહોર ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે

Pvar
આગામી 14 ઓગસ્ટ ને સોમવારના દિવસે સાંજે 4 કલાકે બંધન પાર્ટી પ્લોટ સિહોર ખાતે યોજાનાર વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે જાહેરસભા, અને ભાગલા વખતે લોકો પર થયેલા અત્યાચારોના ફોટોગ્રાફની પ્રદર્શનની તેમજ મૃતકોના શ્રદ્ધાંજલિના ભાગરૂપે મશાલ રેલી નું આયોજન કરવામાં આવેલ છે..આ કાર્યક્રમમાં ભાવનગર જિલ્લાના સાંસદશ્રી ભારતીબેન શિયાળ, ગુજરાત સરકારના મંત્રીશ્રી પુરૂષોત્તમભાઈ સોલંકી, અ.જા મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી અને ધારાસભ્ય શ્રી શંભુનાથજી ટુંડિયા, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, મંત્રી શ્રી રઘુભાઈ આહીર, પૂર્વ મંત્રી અને જિલ્લા અધ્યક્ષ શ્રી આર.સી.મકવાણા, જિલ્લા પ્રભારી શ્રી બ્રિજરાજસિંહ ઝાલા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભરતસિંહ ગોહિલ મહામંત્રી શ્રી સી.પી.સરવૈયા, શ્રી ભરતભાઈ મેર, શ્રી રાજુભાઈ ફાળકી, ઉપસ્થિત રહેશે..આ કાર્યક્રમમાં સિહોર શહેર અને તાલુકો, ભાવનગર તાલુકો, ઘોઘા તાલુકો, વલભીપુર તાલુકો, અને શહેર અને ઉમરાળા તાલુકા ના કાર્યકર્તાઓ જોડાશે.