Sihor
સિહોરના ધ્રુપકા ગામે સમસ્યાઓની હારમાળા, લોકો કંટાળ્યા, તાલુકા કચેરી સામે અન્નજળ ત્યાગની ચીમકી
પવાર
ગામના જાગૃત નાગરિક બુધા બારૈયા નામના વ્યક્તિએ રજુઆત કરી કે ગામના વિકાસ માટે આવતી ગ્રાન્ટોને સગેવગે કરી દેવાઈ છે, સરપંચની ખનીજ ચોરીમાં સંડોવણી હોવાનો પણ આરોપ છે
સિહોરના ધ્રુપકા ગામે સમસ્યાઓની હારમાળા સર્જાઈ છે ત્યારે રજૂઆત કર્તાઓએ અન્નજળ ત્યાગની ચીમકી ઉચ્ચારી છે ધ્રૂપકા ગામના લોકોનું કહેવું છે કે ગામની અનેક સમસ્યાઓ માટે વર્ષોથી અવાર નવાર અરજીઓ મારફતે મીડીયા દ્વારા લેખીત મૌખીક રજુઆતો કરવા છતા આજદીન તા. ૨/૩/૨૦૨૩ સુધીમાં કોઇપણ જાતની તપાસ કે કોઇપણ કાર્યવાહી કરવામાં આવેલ નથી. ધ્રુપકા ગામ વર્ષોથી વિકાસ માટે જંખી રહ્યા છે ગામના અનેક પ્રકારના પ્રશ્નો માટે કલેકટર સુધી આવેદન અને રજુઆત કરેલી છે, વિસ્તારના પાણીના પ્રશ્નો માટે આમરણ ઉપવાસ પણ કરેલ છે. ધ્રુપકા ગામને સરકાર દ્વારા વિકાસના કામો માટે જે ગ્રાન્ટો ફાળવવામાં આવે છે તેનો યોગ્ય ઉપયોગ થતો ના હોય જેમ તેમ જેવા તેવા કામો કરી ગ્રાન્ટો સગેવગે કરી નાખવામાં આવે છે.
જેમ કે ગટર લાઇન, પાણીની લાઇન, પાણીના ટાંકા, રોડ રસ્તા આર.સી.સી. બ્લોક, જાહેર શૌચાલય, બીપીએલ મકાન, સરકાર દ્વારા મંજુર થયેલ સંડાસ બાથરૂમ, સરપંચ સાથે રહીને ખનીજ ચોરી કરાવે છે. પંચાયતના સભ્યો દ્વારા સરકારી જમીન તથા ગૌચરની દબાણ કરેલ છે. આજ દીન સુધી જે તે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે તે ગ્રાન્ટ નો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવેલ નથી. તમામ ગ્રાન્ટોમા ગેરરીતી કરેલ છે તથા તમામ વિકાસના કામોમાં પોતાની માની કરેલ હોય કોઈ જાગૃત વ્યક્તિ દ્વારા માહિતી માટે પુછપરછ કરી હોય કે કામ ઉપર તેવા ગયા હોય તો અને ધમકીઓ દેવામાં આવે છે. ગામ બહાર કાઢી મુકવામાં આવશે અન્યથા પોલીસ કેસ કરવામાં આવશે અમારૂ કોઇ કાંઇ બગાડી નહી લે એવી રીતે ધમકી આપવામાં આવે છે, સમગ્ર મામલે ધ્રુપકા ગામના જાગૃત નાગરીક બુધાભાઇ ધનજીભાઇ બારૈયા નામના વ્યક્તિએ આવતા પંદર દિવસની અંદર કોઈ નિવાડો નહિ આવે તો સિહોર તાલુકા પંચાયતની કચેરીની સામે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.